રીલ્સના ચક્કરમાં બાખડી પડી છોકરીઓ, ભરબજારમાં ગળદાપાટા મારતો VIDEO વાયરલ

Uttar Pradesh Viral Video: સોશિયલ મીડિયા પર રોજને રોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે. ખાસ કરીને લડાઈ ઝઘડાના કેટલાક વિડીયો લોકોને મનોરંજન (Uttar Pradesh Viral Video) પૂરું પાડે છે. તે લડાઈ મેટ્રોમાં હોય કે ટ્રેનમાં કે પછી રસ્તા પર. એમાં પણ જો છોકરીઓ અને મહિલાઓ એકબીજા સાથે લડતી હોય તો ખૂબ વાયરલ થવા લાગે છે.

આજકાલ છોકરાની જેમ છોકરીઓ પણ ગ્રુપ બનાવી એકબીજા સાથે લડાઈ કરતા હોય તેવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. દેશના અલગ અલગ ભાગમાં આવી ઘટનાઓના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકી દેવામાં આવે છે. તેના લીધે આ વાયરલ વિડીયો વિશે વધારે જાણકારી મળતી નથી કે આખરે આ વિડીયો રેકોર્ડ ક્યાં કરવામાં આવ્યો છે.

Instagram પર વાયરલ થઈ રહેલો વિડિયો
Instagram પર એવો જ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્કૂલ ડ્રેસ પહેરેલી ઘણી બધી છોકરીઓ એકબીજા સાથે ઝઘડો કરી રહી છે. ઘણા બધા સ્કૂલના વિદ્યાર્થીઓ ટોળું બનાવી આ તમાશો જોઈ રહ્યા છે. આ દ્રશ્ય યુદ્ધના મેદાન જેવું જ દેખાય છે

છોકરીઓ કરી રહી હતી લડાઈ અને છોકરાઓએ કર્યો ડાન્સ
વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ ત્રણ, ચાર ચાર છોકરીઓ નું ગ્રુપ બીજાને બેલ્ટ અને હાથ દ્વારા મારપીટ કરી રહી છે અને અન્ય વિદ્યાર્થીઓ ટોળું બનાવી આ ઝઘડો જોઈ રહ્યા છે. છોકરાઓ આ છોકરીઓને લડાઈ જોઈ ડાન્સ કરી મજા માણી રહ્યા છે. આ વીડિયોમાં વિદ્યાર્થીનીઓ એકબીજાને સતત માર મારી રહી છે.

કોઈ સ્કૂલની બહાર ચાલી રહ્યો છે ઝઘડો
વીડિયોને જોઈને એવું લાગે છે કે આ ઝઘડો કોઈ મોટી સ્કૂલની બહાર ચાલી રહ્યો હશે અને આસપાસ અન્ય બીજા સ્કૂલ પણ હશે. કારણકે આ ભીડમાં વિદ્યાર્થીઓના ડ્રેસ અલગ અલગ છે. તેમજ આ આખી લડાઈ દરમિયાન કેટલાક છોકરાઓ મજા લૂંટી રહ્યા છે અને ડાન્સ કરી રહ્યા છે.