ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાવાયરસ ને કારણે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, સંલગ્ન તમામ સરકારી અને ગ્રાન્ટેડ તેમજ ખાનગી કોલેજો સહિતના સંસ્થાનોને બંધ રાખવામાં આવ્યા છે. અગાઉ 25-4-2020 થી 13-6-2020 સુધી ઉનાળુ વેકેશન રાખવામાં આવ્યુ હટુ ત્યારબાદ આ વેકેશન 16-5-2020 સુધી lockdown વધવાને કારણે વેકેશન વધારવામાં આવ્યું હતું.
હવે કોરોના વાઇરસને કારણે દેશમાં ત્રીજુ lockdown ચાલી રહ્યું છે અને કોરોનાવાયરસ ને લઈને કોઈ સારા સમાચાર ન આવવાને કારણે હવે ફરીવાર આ વેકેશન વધારવાની નોબત આવી છે. ગુજરાતના રાજ્યપાલ ના હુકમથી શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન સરકારી-ખાનગી અને ગ્રાન્ટેડ કોલેજો ને 20 6 2020 સુધી વેકેશન લંબાવવામાં આવ્યું છે.
આ પહેલા શાળાઓ માટે પણ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો. રાજ્યની પ્રાથમિક સ્કૂલોનું નવું સત્ર 8 જૂનથી શરૂ થશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 4મે થી 7જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રાથમિક શિક્ષણના નિયામક દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથેજ જો કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે વેકેશન લંબાશે કે તારીખમાં ફેરફાર થશે તો ફરી જાણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news