અમદાવાદ બાદ ગુજરાતના આ શહેરમાં વધી રહ્યા છે મ્યુકરમાયકોસીસના કેસ, જાણો કેટલા મોત થયા

કોવિડ-19 બાદ સૌથી વધારે મ્યુકરમાયકોસીસ નામનો ઘાતક રોગ લોકોમાં ભયનો માહોલ ઉભો થઇ રહ્યો છે. વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતાં રાજપીપળાનાં વૃદ્ધાનું કોવિડ-19ની સારવારમાં મ્યુકરમાયકોસીસ થઇ ગયા પછી મૃત્યુ થયું છે.

મ્યુકરમાયકોસીસ નામનો ઘાતક રોગ હાલ માથું ઊંચકી રહ્યો એવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં મ્યુકરમાયકોસીસને લીધે કુલ 8 લોકોને તેનાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનાં અહેવાલ હાલમાં મળી રહ્યા છે. હાલ વડોદરા શહેરમાં પણ મ્યુકરમાયકોસીસથી મોત થયાનો પહેલો બનાવ બહાર આવ્યો છે.

શહેરનાં દાંડિયાબજારમાં આવેલી સિદ્ધિ મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલનાં ડૉ. જયેશ રાજપરાનાં કહ્યા મુજબ, 10 દિવસ અગાઉ મૂળ રાજપીપળાનાં વૃદ્ધા કોરોનાની સારવાર માટે એમની હોસ્પિટલમાં આવ્યા હતા.

એમની કોવિડ-19ની સારવાર ચાલતી હતી. આમાં 3 દિવસ અગાઉ તેમનાં નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થયું હતું. જેને લીધે તેમનાં રિપોર્ટ્સ કાઢ્યા હતા.

બાયોપ્સી રિપોર્ટ પરથી વૃદ્ધાને મ્યુકરમાયકોસીસ હોવા અંગેનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. વૃદ્ધાનું રવિવારનાં રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

વધારેમાં ડૉ. જયેશ રાજપરાએ જણાવ્યું હતું કે, વૃદ્ધામાં મ્યુકરમાયકોસીસનાં ક્લિનિકલ લક્ષણો પણ દેખાયા હતા. જેને ધ્યાને લઈને એમનાં શરીરનાં સેમ્પલને એડવાન્સ ચેકીંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. જેનાં પરથી આખા મામલે વધારે સ્પષ્ટતા થશે. વડોદરામાં મ્યુકરમાયકોસીસથી મૃત્યુ થવાનો આ પહેલો બનાવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *