પોલીસની દાદાગીરીનો વીડિયો વાઈરલ: યુવકને જાહેરમાં ફટકાર્યો, સંસ્કારી નગરીના પોલીસકર્મી સંસ્કાર ભૂલ્યા

Vadodara Police viral video: સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા હોય (Vadodara police) છે, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વડોદરા પોલીસનો એક જવાન દાદાગીરી કરતો નજરે ચડ્યો છે. મળેલી માહિતી અનુસાર આ વિડીયો વડોદરાનું હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાના કરજણ જુના બજાર ખાતે આવેલા નેશનલ હાઇવે નંબર 48 પર ધારણ ચોકડી પરના પોલીસ સ્ટેશન ખાતે રાત્રીના સમયે એક જીઆરડી જવાન અને કહેવાતા પોલીસ મિત્રોએ મળીને એક યુવક પર લાખાવાડી અને ડંડા વાળી કરી હોવાનું સામે આવ્યો છે.

આ સમગ્ર ઘટના નો એક વિડીયો પણ સામે આવ્યો છે, પોલીસ ચોકીની સામે જ બનેલી આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કોઈક પારિવારિક ઝઘડાને કારણે યુવકને માર મારવામાં આવ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર વીડિયોમાં દેખાતી ઘટના અંગે પોલીસ સ્ટેશન કોઈપણ પ્રકારના ફરિયાદ નોંધાવવા માટે આવી નથી.

પોલીસ ચોકીની સામે રાત્રિના સમયે કોઈ પારિવારિક ઝઘડાને કારણે યુવકને જીઆરડી જવાન કોલર પકડીને લઈ આવ્યો અને ત્યારે ત્યાં એક પોલીસ મિત્ર પણ હાજર હતો. ત્યાર બાદ બંનેએ યુવકને લાફા વાળી અને લાકડી વડે માર માર્યો હતો. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના ફોનમાં કેદ કરી હતી અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ મહેનત થઈ રહ્યું છે. પરંતુ આ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી તેથી તેની કોઈ તપાસ હાથ ધરવામાં આવેલ નથી.

કરજણ હાઇવે ઉપર મોડી રાત્રે કરજણ પોલીસ મથકની ધાવટ ચોકી સામે જ બનેલી આ ઘટનાએ પગલે કરજણ પંથકમાં ખુબજ ચકચાર જગાવી મૂકી હતી અને આવી રીતે કાયદો હાથમાં લેતા જી.આર.ડી. જવાન અને કહેવાતા પોલીસ મિત્ર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માંગ ત્યાના લોકો દ્વારા કરવામાં આવી છે. મેળેલી માહિતી અનુસાર સમગ્ર કરજણ પંથક માં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગેની હજુ સુધી કોઇ પણ પ્રકારની પોલીસ ફરિયાદ જ નોંધાઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *