યુવકની ગર્ભવતી યુવતી સાથે ક્રુરતાભર્યું કાર્ય: ગર્ભવતીને પેટમાં લાતો મારી એવું કર્યું કે, જાણીને રુવાડા ઉભા થઇ જશે   

હાલમાં 3 વર્ષિય બાળકીને સાઈકલ અથડાવવાના મુદ્દે બે હુમલાખોરે ગર્ભવતી મહિલાના પેટમાં લાતો મારી શારિરીક અડપલાં કર્યા બાદ કપડાં ફાડી નાંખ્યા હતા. જેને લઈ પરણીતાના પતિએ અને દિયરે મળી યુવકને માર માર્યો હતો. આ ઘટના અંગે બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

26 વર્ષની પરણીતા દ્વારા પોલીસ મથકે આરોપી આકાશ, ગીતા માછી, ધર્મેશ માછી અને સીતા માછી વિરુદ્વ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પરણીતાને સંતાનમાં બે બાળકો છે અને હાલ પ્રેગ્નેટ છે. ગઈ સાંજે તેમની ત્રણ વર્ષની પુત્રી ઘરની બહાર રમી રહી હતી. ત્યારે પડોશી ધર્મેશ માછીના ભાણીયાએ તેને સાઈકલ અથાડતાં તેના હાથમાં ઈજા થઇ હતી. પરણીતા આરોપીઓના ઘરે કહેવા જતાં ધર્મેશે અમારા છોકરા અહીં જ રમશે, તેમ કહી ગાળાગાળી પણ કરી હતી. ત્યારબાદ આરોપી પરણીતાને મારવા પર ઉતરી આવ્યો હતો.

આ દરમિયાન એકાએક ધસી આવેલા આકાશ નામના હુમલાખોરે પરણીતાને પેટના ભાગે લાતો મારી હતી. ત્યારબાદ આરોપી ધર્મેશે પણ પરણીતાને ગળાના ભાગે પકડીને શારીરિક અડપલાં કર્યા હતા. આ ઉપરાંત તેના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. જેથી પરણીતા ઘર તરફ ભાગતાં આરોપીએ આજે તો તું ભાગી ગઈ છે, તને જીવવા નહીં દઉં તેવી ધમકી આપી હતી. પરણીતાએ પતિ અને દિયરને જાણ કરતાં તે તાત્કાલી ઘરે દોડી આવ્યા હતાં. પરંતુ આરોપીઓએ તેમને પણ મારમાર્યો હતો. જ્યારે સરોજ દ્વારા પરણીતા, તેના પતિ અને દિયર વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વડોદરાના વારસીયાના રીંગ રોડ પરની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *