વનવિભાગે સોશિયલ મીડિયાથી મળેલી જાણકારીના આધારે ‘શિડ્યુલ 1’માં આવતા પ્રતિબંધિત ‘કોરલ પથ્થર’ના વેપારનો પર્દાફાશ કર્યો છે. વડોદર જીલ્લાના વાઘોડિયા રોડની ગજાનંદ સોસાયટીમાં રહેતા આશુતોષ ગાયકવાડ નામના વ્યક્તિએ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન કાયદા હેઠળ આવતા ‘શિડ્યુલ 1’ના પાર્ટ-4ના પ્રતિબંધિત કરાયેલા કોરલ પથ્થરની કાળા બજારી કરતા હોવાની માહિતી મળી હતી.
જાણકારી મળતા જ વનવિભાગે પહેલા પથ્થર ખરીદ્યા હતાં. પછી આશુતોષના ઘરે દરોડા પાડીને કુલ 230 કિલો પરવાળા કોરલ પથ્થર જપ્ત કર્યા છે.આ ઘટના બાદ શહેરના બે અલગ અલગ વિસ્તારમાંથી પણ એક એક્વેરિયમનો વ્યવસાય અને કાળાબજારી કરતી બે દુકાનો પર પણ દરોડા પાડયા હતા.
પરંતુ કોઈ ગેરકાયદે વસ્તુ ન મળી હતી. પોલીસે આશુતોષ સામે ગુનો નોંધી કોર્ટ પાસેથી ત્રણ દિવસના રિમાન્ડ માટેના આદેશ પણ મેળવ્યા હતાં. પ્રતિબંધિત કોરલ પથ્થર દરિયામાં જીવતા હોય છે. જે ઘરમાં મુકવામાં આવતા એક્વેરિયમની શોભા વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
આસુતોષ છેલ્લા પાંચ વર્ષથી ‘મરીન ફિશ વર્ક ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ’નો ધંધો કરતો હતો. કોરલ પથ્થર એ અતિ કિંમતી પથ્થર માનવામાં આવે છે. તેથી તેની તસ્કરી કરવી એ ગેરકાયદે છે.
શું છે આ દરિયાઈ કોરલ પથ્થર?
1.જૈવિક વૈવિધ્ય જમીનની સરખામણીએ 10 ગણા કરતા પણ વધારે વૈવિધ્ય ધરાવતો પથ્થર છે.
2. લાખો-કરોડો વર્ષ કરતા પણ આ કોરલ પથ્થર જુના છે.
૩. કોરલ પથ્થર દરિયામાં જ સુંદર વન અને શહેરોનું નિર્માણ કરે છે.
4. કોરલ પથ્થર એ સેંકડો-હજારો જીવોની વસ્તી ધરાવે છે.
5. કોરલ પથ્થરમાં અનેક જીવ એકબીજા પર નિર્ભર રહીને જીવે છે.
6. કોરલ પથ્થર એ ચૂનાના કવચથી ઢંકાયેલાં હોય છે.
7. કોરલ પથ્થર એ દરિયાઈ જીવોને આહાર અને સુરક્ષા પ્રદાન કરે છે.
8. કોરલ પથ્થર એ અનેક જીવો પાસેથી પોષકતત્વો પણ મેળવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle