વડોદરા પોલીસે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ કરી તૈયાર- તૃષા હત્યા કેસમાં આરોપીને કડક સજા થાય તેની તૈયારી પૂર્ણ

વડોદરા: વડોદરા (Vadodara)માં 23 માર્ચની રાતે શહેરની બહાર 19 વર્ષીય તૃષા સોલંકી (Trisha Solanki)ની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કેસમાં શહેર ક્રાઈમ…

વડોદરા: વડોદરા (Vadodara)માં 23 માર્ચની રાતે શહેરની બહાર 19 વર્ષીય તૃષા સોલંકી (Trisha Solanki)ની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કેસમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch) દ્વારા એક જ સપ્તાહમાં 600 પાનાની અત્યાર સુધીની સૌથી ઝડપી ચાર્જશીટ(Chargesheet) તૈયાર કરવામાં આવી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચના ACP ડીએસ ચૌહાણે જણાવ્યું કે, આવું લગભગ પહેલીવાર બની રહ્યું છે કે વડોદરા પોલીસ દ્વારા 7 દિવસમાં ચાર્જશીટને ફાઈલ કરવામાં આવી હોય.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓએ તૃષાની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી ઠાકોર વિરુદ્ધ દરેક સબુત એકઠા કર્યા છે. આ મામલે ડી એસ ચૌહાણે જણાવ્યું છે કે, તેઓ આરોપીના હિલચાલના સીસીટીવી ફૂટેજ, મેડિકલ ટેસ્ટ, મોબાઈલ કોલ ડિટેઈલ, હત્યા દરમિયાન વપરાયેલું હથિયાર અને આ સિવાય 98 સાક્ષીઓના નિવેદનો સહિતના દરેક પુરાવાઓ એકઠા કરી આરોપી વિરુદ્ધ મજબુત ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, આરોપી કલ્પેશ ઠાકોરે 23 માર્ચના રોજ તૃષાને મળવા બોલાવી હતી. ત્યારબાદ તૃષાને ધનિયાવી ગામની સીમમાં લઈ જઈને તેને તીક્ષ્ણ હથિયારના 10 ઘા ઝીંકીને ખોફનાક રીતે હત્યા કરી નાખી હતી. આટલું જ નહિ, હત્યા બાદ આરોપીએ તૃષાનો એક હાથ પણ કાપી નાખ્યો હતો.

ગુનાની ગંભીરતા જોતા કેસની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને સાત અલગ-અલગ ટીમોએ તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપીને મહત્વની સફળતા મેળવી હતી. હાલ આરોપી કલ્પેશને સખતમાં સખત સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *