Vadodara Flood: દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યની તમામ નદી-તળાવોમાં નવા નીર ઉમેરાયા છે. જેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે. ત્યારે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. વિશ્વામિત્રીની(Vadodara Flood) સપાટી ભયજનક સ્થિતિમાં પહોંચી જતા તંત્ર પણ એલર્ટ બન્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં શહેર પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ શરૂ કરાયું, નીચાણવાળા વિસ્તારો તાત્કાલિક ખાલી કરવા અપીલ કરાઈ છે.
આ સાથે જ આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે. આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ પર પહોંચી ગઈ છે. સરોવરની જળસપાટી વધતા છોડવામાં પાણી આવી રહ્યું છે. આજવા સરોવરના 62 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી ગયું છે. પાણીની આવકમાં વધારો થતા તંત્ર એલર્ટ બન્યું છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવા અપીલ કરવામાં આવી છે.
ત્યારે વડોદરામાં જામ્બુવા ગામમાં આવેલા બ્રીજ પર એસટી બસ ફસાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ઢાઢર નદીનું પાણી બ્રીજ પર ફરી વળતાં બસ ફસાઈ હતી. આ બસમાં મુસાફરો પણ સવાર હતા. ધમધમતા પાણીમાં બસ ફસાય જતા મુસાફરોનો જીવ અધ્ધર થયો હતો. ત્યાર બાદ બસ બંધ થતાં ડ્રાઇવરે મુસાફરોને નીચે ઉતારી ધક્કો મરાવ્યો. ઢાઢર નદીમાં મગરો વધુ હોવાથી મુસાફરોને ફરી બસમાં બેસાડી દેવાયા. પોલીસે જામ્બુવા નદી પરનો બ્રિજ બંધ કરાવી બંદોબસ્ત ગોઠવી દીધો.
ભારે વરસાદને પગલે વડોદરા શહેરમાં પાણી ભરાયા છે. જેને લઈને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કારેલીબાગ વિસ્તારના જલારામ નગરમાં પાણી ભરાતા જલારામ નગરના લોકોનું સ્થળાંતર કરાવામાં આવ્યું. હજુ પણ વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકના કારણે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. 100 મકાનોમાં પાણી ભરાતા લોકોએ મકાનો ખાલી કર્યા હતા. ભારે વરસાદના કારણે વુડા સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો, શહેરમાં રાત્રે ભૂવો પડતાં વાહનચાલકો અટવાયા, મુખ્ય માર્ગ પર ભૂવો પડતાં તંત્રની કમગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે.
આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીના પાણી પિલોલ, અલીન્દ્રા, દરજીપુરા, ખોખર ગામમાં ઘૂસ્યા. સાવલીના પીલોલ ગામમાં કેડસમા પાણી ભરાયા. ખોખર, ઈન્દ્રાડ, અલીન્દ્રા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા હતા. વડોદરામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. જો કે હાલ વરસાદે વિરામ લીધો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App