સાસુની આંખોમાં બામ નાખી મોતને ઘાટ ઉતારનારી વહુએ તેના પતી વિરુધ નોંધાવ્યો ગુનો- જાણો સમગ્ર મામલો

સુરત(Surat)માં હત્યા(Murder)ના કેસમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જાણવા મળ્યું છે કે સુરતના વરાછા(Varachha)માં મૂળ આસામ(Assam)ની એક પુત્રવધુએ અને તેના ભાઈએ મળીને સાસુની…

સુરત(Surat)માં હત્યા(Murder)ના કેસમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જાણવા મળ્યું છે કે સુરતના વરાછા(Varachha)માં મૂળ આસામ(Assam)ની એક પુત્રવધુએ અને તેના ભાઈએ મળીને સાસુની હત્યા કરી નાખી હતી. આ અંગે પોલીસ(Police) દ્વારા પુત્રવધુ(Daughter-in-law)ની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ પુત્રવધુ દ્વારા પતિ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં હેરાનગતીની અને માર મારવાનો ગુનો આપતા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જેમાં સાસુની કેવી રીતે હત્યા કરવામાં આવી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ચારેક વર્ષ પહેલા સંદિપ સરવૈયાએ મૂળ આસામની દિપીકા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારથી તે સુરતમાં લંબે હનુમાન રોડ ભગીરથ સોસાયટીમાં પતિ સાથે રહેતી હતી. તેમજ લગ્ન પછી તેના બે ભાઈઓ પણ તેની સાથે રહેતા હતા. જયારે દિપીકાને તેની સાસુ સાથે મોબાઈલ ફોન બાબતે ઝગડો થઇ ગયો હતો. જયારે આ અંગે દિપીકાએ તેના પતિને ફોન કરીને કહ્યું તો દીપિકા સાથે તેના પતિએ પણ ઝગડો કર્યો હતો.

તેમજ તેના સાસુને દિપીકાના ભાઈ સાથે પણ ઝગડો થયો હતો. આ ઉપરાંત દિપીકાનો પતિ સંદિપ તેના પર શંકા કરતો હતો. તેથી તે દીપિકાને ફોન વાપરવા દેતો ન હતો. સંદિપ શંકા કરતો હોવાથી તે બંને વચ્ચે વારંવાર ઝગડા પણ થતા હતા. જેના કારણે સંદિપે બે દિવસ પહેલા માતા વિમળાબેન અને તેની પત્ની દિપીકાને તેના વતન નેસડી ગામે મોકલી દેવાનું વિચાર્યું હતું. આ સંભાળીને દિપીકાએ પોતાના પિયરે જવાનું નક્કી લારી લીધું હતું.

સાસુની આંખમાં નાખ્યું બામ:
રવિવારે જ્યારે દિપીકા તેના બંને ભાઈઓ સાથે પિયર જવા તૈયાર થાય છે ત્યારે તેના સાસુ જાગી જાય છે. જયારે સાસુને ખબર પડે છે તેની વહુ તેના પિયર જાય છે તો સાસુ તેને રોકવા જાય છે પરંતુ તે દરમિયાન દિપીકાએ સાસુની આંખમાં બામ નાખ્યું હતું. બામ નાખ્યું હોવાથી સાસુ બુમાબમ કરવા લાગ્યા હતા. તે દરમિયાન દિપીકાએ સાસનું મોઢું ઓશિકા વડે દબાવી દીધું અને જેથી સાસુએ હાલવા-ચાલવાનું પણ બંધ કરી દીધું હતું. જયારે દિપીકા વિચારે છે કે જો થોડા સમયમાં સાસુ જાગી જશે તો આ ઝગડા વિશે વાત કરવા માટે તેના પતિને ફોન કરશે તેથી દીપિકાએ સાસુના હાથ પગ બાંધી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *