વલસાડ: સ્પીડ બ્રેકર બનાવવામાં થઇ એવડી મોટી ભૂલ કે લોકોના હાડકા ભાંગી રહ્યા છે

સરકારી તંત્રના લીધે નિર્દોષ પ્રજાને હંમેશા મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે. આ વાતને સાચી સાબિત કરતો એક વિડિયો વલસાડથી સામે આવ્યો છે. આમ તો તંત્ર સામાન્ય નાગરિકો પાસે નિયમ પળાવવા માટે મસમોટા દંડ જનતા પર થોપી દે છે. પરંતુ જાતે જ નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે જનતાને ભોગવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના વલસાડ શહેરમાં બની છે. બેચર રોડ પર જ્યાં મન ફાવે ત્યાં સ્પીડ બ્રેકર બનાવી દેવાતા અકસ્માતો થઈ રહ્યા છે.

વલસાડમાં સ્પીડ બ્રેકરને લીધે થયો અકસ્માત
વલસાડ સીટીના માર્ગ પર રાતોરાત સ્પીડ બ્રેકર બનાવી દેતા અકસ્માત સર્જાયો છે. બેચર રોડ પર કોર્ટની બરાબર સામે રાતોરાત સ્પીડ બ્રેકર બનાવી દેતા ટુવિલર ની પાછળ બેસેલી મહિલા બાઇક પરથી રોડ પર નીચે ગબડી પડે છે.

આ અકસ્માતમાં વીડિયોમાં જોઈ શકાય છે તેમ મહિલા બે થી ત્રણ ગુલાટ ખાઈ જાય છે જેના લીધે તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જોવાનું તો એ છે કે આ સ્પીડ બ્રેકર પર કોઈપણ પ્રકારનું નિશાન કે સફેદ પટ્ટાઓ દોરવામાં આવેલા ન હતા. જેનાથી ઘણા વાહનચાલકોને અડચણનો સામનો કરવો પડે છે.

સ્પીડ બ્રેકર પર ચૂનો લગાવ્યો
જોકે આ સમગ્ર ઘટના બન્યા બાદ તેનો વિડીયો વાયરલ થતાં કેટલાક જાગૃત નાગરિકોએ સ્પીડ બ્રેકર પર ચૂનો લગાવ્યો હતો. જોકે આ કામ સરકારી તંત્રનું છે પણ પ્રજાએ પોતાની જાતને બચાવવા માટે જાતે જ આ કામ કરવું પડ્યું હતું. ભાગમાં તંત્રના ધ્યાને આ વાત આવતા તેમના પર કલર વાળો જૂનો લગાવી અને પટ્ટાઓ દોર્યા હતા.