બાંગ્લાદેશી સગીરાને વલસાડમાં લાવ્યા અને શરુ કર્યો દેહવ્યાપારનો ધંધો, જાણો કેવી રીતે ખુલી પોલ

અવારનવાર રાજ્યમાં દેહવ્યાપારનો ગોરખધંધો કરનારનો પર્દાફાસ થતો હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર રાજ્યના વલસાડ જીલ્લામાંથી સામે આવ્યા છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી એક સગીરાને સારી નોકરી અપાવવાની લાલચે ભારતમાં લાવવામાં આવી હતી.

ભારતમાં લાવ્યા પછી તેને વાપી તથા મુંબઇ સહિત દેશના અન્ય કેટલાંક રાજ્યોમાં નોકરીના બહાને ફેરવવામાં આવી હતી. ત્યારપછી સગીરાને દેહવેપારના ધંધામાં ધકેલવાની ચોંકાવનાર ઘટના વલસાડમાંથી સામે આવી છે. વલસાડ જિલ્લાના બાળ સુરક્ષા એકમ તથા બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાંગ્લાદેશી સગીરાને કબજે કરી લેવામાં આવી છે.

આની સાથે તેનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટના 2 દિવસ અગાઉ વલસાડની સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી હતી. સારવાર અર્થે આવેલ એક અજાણી મહિલાની સાથે એક બાળક તેમજ એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

જેથી હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા સગીરા વિશે સબંધિત વિભાગને સંપર્ક કરતા મહિલાની પાસેથી બાળકીનો કબજો કરી લેવામાં આવ્યો હતો. હાલમાં આ સગીરાનો વલસાડ જિલ્લા બાળ સુરક્ષા વિભાગે કબજો કરી લીધો હતો તેમજ સગીરાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા ચોંકાવનાર જાણકારી સામે આવી હતી.

સગીરાએ આપેલ નિવેદનથી ખ્યાલ આવ્યો હતો કે, બાંગ્લાદેશના ઢાકામાં રહેતી 16 વર્ષની સગીરાને ડિસેમ્બર માસમાં રૂમા ઈસ્માઈલ અન્સારી નામની એક બાંગ્લાદેશી મહિલા ભારતમાં ખુબ સારી નોકરી અપાવવાના બહાને લઈ આવવામાં આવી હતી.

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવીને ભારત લાવવામાં આવી હતી. ત્યારપછી બાળકીને મુંબઈમાં આવેલ નાલાસોપારા વિસ્તારમાં રાખવામાં આવી હતી. અહીં નોકરી નહીં પણ બળજબરી પૂર્વક દેહ વ્યાપારના ધંધામાં ધકેલવામાં આવી હતી.

બાળકીને મુંબઈમાં આવેલ નાલાસોપારા સહિતના અનેકવિધ વિસ્તારોમાં દેહ વ્યાપાર શરૂ કરવામાં આવ્યો હતો.  ત્યારપછી બાળકીને વાપી લાવવામાં આવી હતી. અહી પણ તેની પાસેથી દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. વાપી લાવ્યા પછી પણ આ બાળકીને જયપુરથી મુંબઈ સહિત દેશના અન્ય વિસ્તારોમાં પણ દેહ વ્યાપાર કરાવવા અનેકવિધ જગ્યાએ લઈ જવામાં આવતી હતી.

એક મહિલા બાળકીને દેહ વ્યાપાર કરાવવા માટે લઈને ફરી રહી હતી. સગીરાને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે લઈ આવી હતી ત્યારે સગીરા કર્મચારીને આશંકા જતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો કે, જે સગીરા વલસાડ બાળ સુરક્ષા વિભાગના કબજામાં છે.

આની સાથે જ બાળકીનું કાઉન્સિલિંગ કરી લેવામાં આવ્યુ છે. કાઉન્સિલિંગ કમિટી સમક્ષ બાળકીએ તેને પોતાના વતનમાં બાંગ્લાદેશ પાછી મોકલી આપવાની માંગણી કરવામાં આવી છે. જેથી હાલમાં વલસાડ બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકીને નિયમ મુજબ ચાઈલ્ડ હોમમાં મૂકવાની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

આની સાથે જ પોલીસનો પણ સંપર્ક કરીને બાળકીના વાલી વારસો વિશે બાંગ્લાદેશમાં તપાસ શરૂ કરવાની તપાસ હાથ ધરવામાં આવી છે. સગીરાએ પોતાના કાઉન્સિલિંગ દરમિયાન બળજબરીની પીડા અંગે વાત જણાવી હતી. જેથી બાળ સુરક્ષા વિભાગે હવે આ બાબતને ગંભીરતાથી લઈ બાળકીને સુરક્ષા આપવાની સાથે જ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *