ગુજરાતમાં અવાર-નવાર લુંટની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા ઉંમરગામ તાલુકામાં સનસનીખેજ (Loot in Umargam) લૂંટની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઉમરગામના દહાડ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા એક વૃદ્ધના (Senior citizen Attacked) બંગલામાં 3 જેટલા લૂંટારુઓ ત્રાટકયા હતા અને વૃદ્ધની આંખમાં કેમિકલ જેવો જ્વલનશીલ પદાર્થ નાખી વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી બંગલામાં લૂંટ કરી રાતના અંધકારમાં અલોપ થઇ ગયા હતા.
વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એ ઇસમ છે કે જેમનો સામનો લૂંટારૂઓ જોડે થયો હતો. વાત છે ઉમરગામમાં આવેલા દહાડ વિસ્તારની કે જ્યાં આ આધેડ વયના પુરુષ એકલા રહેતા હતા. શીતલ ટાઉનશીપમાં આવેલ પોતાના બંગલામાં એકલવાયું જીવન જીવતા રમેશ જૈન પર રાત્રિના સમયે બે થી ત્રણ જેટલા હથિયારધારી લૂંટારૂઓ તેમના ઘરમાં ત્રાટકયા હતા અને તેમની આંખોમાં કોઇ કેમિકલ જેવો પદાર્થ નાખી જીવલેણ હુમલો કર્યો હતો અને વૃદ્ધને બાનમાં લઇને બંગલામાં લૂંટ ચલાવી હતી.
લૂંટારુઓએ તેમના માથાના ભાગે બોથડ પદાર્થથી ઈજા કરતા તો સ્થળ પર જ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ આસપાસના વિસ્તારના લોકોને થતા તો તાત્કાલિક ધસી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઉમરગામમાં મોડી રાત્રે બનેલી આ લૂંટની ઘટનાથી સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઇ ગઇ હતી. વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ ઘટનાસ્થળે ધસી ગઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ફરી તપાસ કરી આરોપીઓની પગેરું મેળવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.
જોકે બીજી બાજુ વૃદ્ધ ઘાયલ હોવાથી તેમનું નિવેદન લેવાનું બાકી હોય આરોપીઓ કઈ રીતના ક્યાંથી આવ્યા હતા એ હજુ ચોક્કસ માહિતી બહાર આવી શકી નથી અને બંગલામાંથી કેટલી લૂંટ થઇ છે તેનો આંકડો પણ હજી બહાર આવ્યો નથી જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વૃદ્ધ નું નામ રમેશ જૈન છે અને તે ખાનગી કુરિયર કંપનીના એજન્સી ધરાવતા હતા.
તેઓ પોતે આ મસમોટા બંગલામાં એકલા રહેતા હતા અને તેમના બંગલા પાછળ ખુલ્લું મેદાન છે, તેમના સંબંધીના જણાવ્યા મુજબ લૂંટારૂઓ રાજસ્થાની ભાષા બોલતા હોવાનું તેમણે જણાવ્યું હતું આથી પોલીસે નજીકના વિસ્તારોમાં પણ ચુસ્ત પેટ્રોલિંગ કર્યું ઉતારો ક્યાંથી આવ્યા હતા અને કઈ દિશામાં પલાયન થયા તે બાબતે પણ પૂછપરછ હાથ ધરી છે.
આ સનસની લૂંટમાં લૂંટની રકમ મોટી હશે તે ચર્ચાઈ રહ્યું છે, જોકે ચોક્કસ રકમનો આંકડો હજુ બહાર આવ્યો નથી કારણ કે ભોગ બનનાર હજુ સારવાર હેઠળ છે તો બીજી બાજુ વૃદ્ધના આંખોમાં નંખાયેલા કેમિકલને કારણે વૃદ્ધની વ્રજની આંખોની દ્રષ્ટિને પણ નુકશાન થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. તો સાથે સાથે માથામાં બોથડ પદાર્થ મારી હોવાના કારણે માથાના ભાગે પણ ઇજા થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle