હાઈવે પર રસ્તાની બાજુમાં ઉભેલી બસ સાથે વાનની ટક્કર, આ ભીષણ અકસ્માતમાં 9ના મોત

Pune Accident: મહારાષ્ટ્રના પૂણેના નારાયણગાંવ વિસ્તારમાં શુક્રવારે (17 જાન્યુઆરી, 2025) લગભગ સવારે 10 વાગ્યે પુણે-નાસિક હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત (Pune Accident) સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. એક ટ્રકે કારને ટક્કર મારી હતી. ટક્કર બાદ કાર એક બસ સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં 9 લોકોના મોત
જણાવી દઈએ કે, દુર્ઘટના ત્યારે બની જ્યારે આ લોકો નાસિકથી પુણે જઈ રહ્યા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ, ચાર પુરુષ અને એક બાળક સામેલ છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલાયા છે.

મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દરેક મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ફડણવીસે ‘X’ પર પોસ્ટમાં કહ્યું કે, ‘પુણે-નાસિક હાઈવે પર નારાયણગાંવ નજીક એક દુર્ઘટનામાં 9 લોકોના મોતની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. અમે તેમના પરિવારોના દુઃખમાં સામેલ છીએ.’

મૃતકોમાં ચાર મહિલા, ચાર પુરૂષ અને એક બાળકનો સમાવેશ
આ અકસ્માત શુક્રવારે એટલે કે આજે સવારે 10 વાગ્યાની આસપાસ જ બન્યો હતો. નારાયણગાંવ તરફ જઇ રહેલી મિની વાનને ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી હતી. ત્યાર બાદ આ મિની વાન રસ્તા પર એક સાઇડમાં ઊભેલી બસ સાથે ટકરાઇ ગઇ હતી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે મિની વાનમાં સવાર 9 જણના ઘટનાસ્થળે જ રામ રમી ગયા હતા અને બીજા ત્રણ ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, જેને કારણે આ માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. મૃતકોમાં ચાર મહિલા, ચાર પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે.