vande bharat train cancelled: મેરઠ-લખનઉ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ શુક્રવારથી એટલે કે આજથી 13 દિવસ સુધી રદ રહેશે. લખનઉ રેલવે વિભાગમાં બાલામાઉ સ્ટેશનના યાર્ડનું રીમોડલીંગ થવાનું હોવાના કારણે 26 અન્ય ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. (vande bharat train cancelled)જેમાં રાજ્યરાણી એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ પણ સામેલ છે. રાજ્ય રાણી 6 દિવસ અને વંદે ભારત 13 દિવસ સુધી નહીં ચાલે. આ ઉપરાંત નોચંદી એક્સપ્રેસનો રુટ બદલવામાં આવ્યો છે.
ઉત્તર રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 22489 મેરઠ લખનઉ વંદે ભારતે એક્સપ્રેસ 7 થી 19 ફેબ્રુઆરી સુધી રદ રહેશે. ટ્રેન નંબર 22453 રાજ્યરાણી એક્સપ્રેસ 14 થી 19 ફેબ્રુઆરી સુધી રદ રહેશે. નૌચડી એક્સપ્રેસ 14 થી 18 ફેબ્રુઆરી સુધી લખનઉ કાનપુર ખુર્જા, હાપુડ થઈને ચાલશે.
બ્લોકને લીધે વંદે ભારત એક્સપ્રેસ 13 દિવસ અને રાજ્ય રાણી 6 દિવસ ન ચાલવાને કારણે મુસાફરોને તકલીફ થશે. સવારના સમયે લખનઉ બરેલી, મુરાદાબાદ તરફ જવા માટે આ બે ટ્રેન જ છે. હવે આ ટ્રેન રદ થવાને કારણે મુસાફરોને બસ દ્વારા મુસાફરી કરવી પડશે.
18 ફેબ્રુઆરીથી વૈષ્ણોદેવી ફાફામઉ જંકશન કુંભમેળા સ્પેશીયલ ટ્રેન ચલાવવામાં આવશે. ઉત્તરરેલવે લખનઉ વિભાગના સિનિયર અધિકારી કુલદીપએ જણાવ્યું હતું કે ગાડી નંબર 04613 વૈષ્ણોદેવી કટારા ફાફામાઉ જંકશન કુંભમેળા સ્પેશિયલ 18 તેમજ 23 ફેબ્રુઆરીના રોજ વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી સવારે 03:50 વાગ્યે રવાના થશે.
ટ્રેન જમ્મુતાવી, કઠવા, પઠાણકોટ, જાલંધર, લુધિયાણા, સનેહવાલ, અંબાલા, સહારનપુર, રૂડકી, મુરાદાબાદ, બરેલી થઈ રાત્રે 11:57 વાગે ચારબાગ સ્ટેશન પહોંચશે. અહીંયા 5 મિનિટ સ્ટોપ કર્યા બાદ રાયબરેલીથી સવારે 4:25 વાગે ફાફામઉ જંકશન પર પહોંચી જશે. આ ટ્રેનનો રિટર્ન નંબર 04614 તેજ રૂટમાં ઉલટી તરફ વૈષ્ણોદેવી બાજુ ચાલશે. આ ટ્રેનમાં એસી, સ્લીપર તેમજ જનરલ ડબ્બાઓ લગાવેલા હશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App