ગુજરાત: હાઈવે પર ઓવરસ્પીડ હોવાંથી ડિવાઈડર સાથે અથડાતા 10 લાખની સ્પોટર્સ બાઇકનો નીકળી ગયો કચ્ચરઘાણ

હાલમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. દમણ – વાપી હાઈવે પર આવેલ સંત નિરંકારી હોલ પાસે હાર્ડલી ડેવિડસનની સ્પોર્ટસ બાઇકચાલક 100ની સ્પીડમાં ટર્ન મારવા જતાં કાબુ ગુમાવ્યો હતો. જેથી બાઇક સ્લીપ મારીને ઘસડાઈને ડિવાઇડર સાથે અથડાતાં ચાલક વાપીના વેપારી પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

જ્યારે પાછળ બેઠેલા મિત્રને ઇજા પહોંચતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વાપી આનંદ નગરમાં આવેલ ભોલેબાબા આશ્રમ પાસે રહેતા તેમજ બજારમાં બટાકાનો હોલસેલ વેપારી ઓમપ્રકાશ ઠાકુરનો 38 વર્ષનો દીકરો જયદીપસિંગ પોતાની હાર્ડલી ડેવિડસન સ્પોટર્સ બાઇક નંબર GJ-15-BM- 6001 ને લઇ રાત્રે દમણથી તેના 30 વર્ષનાં મિત્ર જિગ્નેશ મનસુખભાઇ વાપી બાજુ આવી રહ્યા હતા.

800 CCની સ્પોટર્સ બાઇક લઇને તેઓ પાછાં ફરી રહ્યા હતા. વાપી દમણ હાઈવે પર સંત નિરંકારી હોલ પાસે વળાંકમાં ઓવર સ્પીડને લઇ ટર્નીગમાં ચાલક નિયત્રંણ ન કરી શકતા બાઇક રોડ પર સ્લીપ મારીને ડિવાઇડર સાથે અથડાઈ હતી.

બાઇક ચાલક જયદીપસિંગનું માથું ડિવાઇડરમાં અથડાતાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી એનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા મિત્ર જિગ્નેશ રાજપૂતને માથા અને પેટના ભાગે ઇજા થતા 108 દ્વારા દમણમાં આવેલ મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાંની સાથે જ તાત્કાલિક દમણ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી શરુ કરી હતી.

સ્પીડ કંટ્રોલ ન થતાં ડિવાઈડરમાં અથડાઈ :
મૃતકના મિત્ર જિગ્નેશ રાજપૂતે કહ્યું હતું કે, શનિવારે મારી બાઇક લઇને જયદીપ વાપી ગયો હતો. વાપીમાં તેના ઘરે મુકેલી મારી બાઇક લેવા માટે દમણથી વાપી જવા માટે નીકળ્યા હતા. જો કે, બાઇકની સ્પીડ વધારે હોવાથી વળાંકમાં કંટ્રોલ રહ્યો ન રહેતાં બાઇક સ્લીપ થઇને ડિવાઇડર સાથે અથડાઈ હતી.

હું અને મારો મિત્ર બંને અકસ્માત સર્જાયો ત્યારે ત્યાં જ બેભાન થઇને ઢળી પડ્યા હતા. હાલમાં હું મુંબઇ રહું છું જયા મૃતક સાથે મારો પરિચય થયા પછી મિત્રતા થઇ હતી. લોકડાઉન પછીથી હું મુંબઇથી દમણ રહેવા માટે આવી ગયો છું.

800 CCની બાઇક ગણતરીના સેકન્ડમાં 100થી વધુ ગતિ પકડે, વાપીમાં બે બાઈક :
હાર્ડલી ડેવિડસનની 800 CCની આ બાઇકની કિંમત 10 લાખથી પણ વધારે છે. આ સ્પોટર્સ બાઇકની વિશેષતા એ છે કે, કાર જેટલી એન્જિનની ક્ષમતા હોવાને કારણે ગણતરીના સેકન્ડમાં જ 100 ની સ્પીડ પકડી લે છે. જો કે, આજની યુવા પેઢી સ્પીડની રોમાંચમાં વધુ CCની બાઇક ખરીદતા હોય છે. રોડ અને એવું ઈનફ્રાસ્ટકચર ન હોવાને કારણે ગતિની મજામાં ક્યારેક જીવ ગુમાવી બેસતા હોય છે. વાપીમાં આવી સ્પોટર્સ બાઈક માજી કાઉન્સિલર તથા વેપારી પુત્ર એમ બે લોકો પાસે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *