Shani dev ni Panoti: વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરના પ્રવેશદ્વારથી આ વસ્તુ નો ઉપાય કરવાથી શનિ દેવ ની પનોતી થી છુટકારો મળે છે અને ઘર માં સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા હોવાથી દરેક સભ્યના જીવનમાં ખુબ સારું પરિણામ આવે છે. પ્રગતિની સાથે સાથે ખુબ સુખ સમૃદ્ધિ પણ આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મુખ્ય દ્વાર સાથે સંબંધિત કેટલાક ઉપાયો(Shani dev ni Panoti) કરવાથી ફાયદાકારક સાબિત પણ થઈ શકે છે. આ ઉપાયો કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર જાય છે અને સકારાત્મક ઉર્જા પણ વધે છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. જાણો ઘરના મુખ્ય દ્વાર સાથે સંબંધિત કયા ઉપાયો કરવાથી કેટલા લાભકારક સાબિત થઈ શકે છે.
પ્રવેશદ્વાર પર બાંધો હળદરની ગાંઠ
હળદરની એક ગાંઠ લો અને તેને પીળા રંગના કપડામાં બાંધી દો. આ પછી તેને ઘરના પ્રવેશદ્વારની અંદરની બાજુ લટકાવી દો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહે છે.
સ્વસ્તિક બનાવો
ઘરના મુખ્ય દરવાજામાં હળદરથી ઓમ અને સ્વસ્તિક ચિહ્નો એમ બને બનવી શકાય છે. આ પછી તેને ઉપર ગંગાજળનો છંટકાવ કરવો. આમ કરવાથી ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે.
હળદરના પાણીથી મુખ્ય દ્વાર ધોવો
શાસ્ત્રો મુજબ દરરોજ મુખ્ય દ્વારને સાફ કરીને પાણીથી ધોઇ લેવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. તેનાથી વધુ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. પાણીમાં થોડી હળદર નાખો. હળદરનું પાણી મુખ્ય દ્વાર ધોવાથી લાભ થશે.
હળદર વડે રંગોળી બનાવો
રોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. રંગોળી બનાવવા માટે તમે લોટમાં થોડી હળદર નાખો. આ રીતે નિયમિત રંગોળી બનાવતા રહો.
મુખ્ય દ્વારમાં હળદરનો છોડ લગાવો
વાસ્તુશાસ્ત્ર મુજબ હળદરનો છોડ ઘરના મુખ્ય દ્વારમાં રાખવો પણ લાભકારક સાબિત થઈ શકે છે. તેની સાથે કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. આ સાથે જ ધન અને ધાન્યની ક્યારેય કમી નથી રહેતી અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube