વાસુકી દાદા થાનગઢમાં નગર દેવતા તરીકે ઓળખાય છે. નગરદેવનો ઈતિહાસ 1200 વર્ષ જૂનો છે. રણબકા રાઠોડ રાજા રાજસ્થાનથી દ્વારકા જઈ રહ્યા હતા. તેણે વાસુકીદાદાને પોતાના રથમાં ટોપલીમાં ચાંદીની થાળી પર બેસાડ્યા. તેમને દાદાએ દ્વારકાથી વળતા જ્યાં પડાવ નાખશો ત્યાં મારું સ્થાન હશે કહેતા હાલ થાન કહેવાય છે ત્યાં પડાવ નાંખતા વાસુકી દાદાનું સ્થાન બન્યું હતું.
વાસુકી દાદાના થાણે મંદિરમાં, દરેક શ્રાવણ મહિનામાં ભક્તોની વિશેષ પૂજા અને માહાત્મ્ય હોય છે. વાસુકીદાદા મંદિરની શરૂઆતથી 1200 વર્ષનો ઈતિહાસ છે. આ અંગે મંદિરની 18મી પેઢી તરીકે પૂજા કરતા ભરતગીરી બાપુએ જણાવ્યું હતું કે, દ્વારકાના રાજા રણબકા રાઠોડ રાજસ્થાનથી જઈ રહ્યા હતા.
તેમની રક્ષા કરવા માટે રથમાં ટોપલીમાં ચાદીની થાળીમાં વાસુકીદાદાની સ્થાપના કરી હતી. વાસુકીદાદાએ તેમને વળતા જે સ્થળે રોકાસે ત્યાં મારું સ્થાન હશેનું જણાવ્યું હતું. તેઓ હાલના થાનમાં પીપળાના ચોક પાસે જે રાણાવૃક્ષ સ્થળે મંદિર છે ત્યાં પડાવ નાંખતા તે વાસુકી દાદાનું સ્થળ બની ગયું.
તેથી બારોટના પુસ્તકમાં સ્થાનગઢ નામના સ્થળનો ઉલ્લેખ 1200 વર્ષ જૂનો છે. સમયાંતરે અપભ્રંશ શબ્દ હવે થાનગઢ તરીકે ઓળખાય છે. શિવજીના માનસ પુત્રીજે મસા દેવી યુગ અનુસાર 7 નામ હતા જે હવે નાગણેચી મા તરીકે સ્થાપિત છે. જે ઘાઘલ પરિવાર રાઠોડના કુળદેવતા તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરમાં સુખદેવ બાપુની સમાધિ આવેલી છે જેની હાલમાં 18મી પેઢી દ્વારા પૂજા કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.