રાજકોટ(Rajkot): સૌ જાણીએ છીએ કે, ઉનાળો આવતા જ શાકભાજીના ભાવ (Vegetable prices) આસમાને પહોંચી જતા હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ કઈક ઉંધી જ જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો અત્યારે ખેડૂતોને કેટલાક શાકભાજીના કિલોના ભાવ ડબલ આંકડામાં પણ મળી રહ્યા નથી. હાલના ખેડૂતોને જે શાકભાજીના નીચા ભાવ મળી રહ્યા છે, તે ભાવ જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
મહત્વનું છે કે, હાલ ખેડૂતોને સૂકી ડુંગળીના ભાવ 3 રૂપિયા પ્રતિ કિલો, દૂધી 5 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે અને કોબીજના ભાવ 6 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. બીટના ભાવ 8 રૂપિયા કિલો, રીંગણાના ભાવ 9થી 10 રૂપિયા, ગલકાના ભાવ 10 રૂપિયા, ફ્લાવરના ભાવ 10થી 12 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે.
હવે વિચારવા જેવી વાત તો એ છે કે, જે શાકભાજીના ભાવ બજારમાં મળતી પાણીની બોટલ કરતાં પણ નીચા હોય તો શાકભાજી વાવતા જગતના તાતની સ્થિતિ શું હશે? આટલા નીચા ભાવ હોવા પાછળનું કારણ એવું પણ માનવામાં આવે છે કે, હાલ શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયો છે, જેની સામે શાકભાજીની માંગ ઘટી છે.
શાકભાજીને સંગ્રહ કરી શકાતા નથી, જ્યારે પણ શાકભાજીના ઉત્પાદનમાં વધારો થાય છે ત્યારે ખેડૂતોને શાકભાજીના નજીવા ભાવ મળી રહેતા હોય છે. વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ચાર મહિના સુધી ખેડૂતો મહેનત કરે છે, ત્યાર પછી તેનું ઉત્પાદન મળતું હોય છે. જોકે, ચાર મહિના પછી તૈયાર થયેલા પાકના ભાવ નજીવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાય છે.
શાકભાજીના ખેડૂતોને મળતા ભાવની વાત કરવામાં આવે તો, સૂકી ડુંગળી 3 રૂપિયા પ્રતિ કિલો, દૂધી 5 રૂપિયા પ્રતિ કિલો, કોબીજ 6 રૂપિયા પ્રતિ કિલો, બીટ 8 રૂપિયા પ્રતિ કિલો, રીંગણા 9થી 10 રૂપિયા પ્રતિ કિલો, ગલકા 10 રૂપિયા પ્રતિ કિલો, ફ્લાવર 10થી 12 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. એટલે જો વાત કરવામાં આવે તો અત્યારે ખેડૂતોને કેટલાક શાકભાજીના કિલોના ભાવ ડબલ ડિજિટમાં પણ મળી રહ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.