સુરત(SURAT): આજરોજ વેસુ વિસ્તાર ના નાગરિકોને જલ્દીથી જલ્દી સેવા મળી રહે તે માટે વેસુ પોલીસ સ્ટેશન નો શુભારંભ ગૃહ મંત્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોની સુવિધાઓ માટે અને નાના નાના પ્રશ્નો માટે પોલીસ સ્ટેશનને આજરોજ ખુલ્લું મુકવામાં આવ્યું. આ વેસુ પોલીસ સ્ટેશનના શુભારંભ વચ્ચે સુરત મહાનગરપાલિકાના મેયર એવા હેમાલીબેન બોઘાવાલા, વિસ્તારના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, શહેરના વિકાસના અનેક અનેક કામોને ઝડપથી મંજૂરી આપતા એવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એવા પરેશભાઈ આ સૌ કોઈ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વેસુ પોલીસ સ્ટેશન નો શુભારંભ કરી ગુજરાતના અનેક કામો પાર પડ્યા હોય તેને લઈને સંબોધન આપ્યું હતું. જેમાં તેમણે ખાસ કરીને કહ્યું કે સમગ્ર ગુજરાતમાં જે કોઈ ગુનેગારો પોતાનો નેટવર્ક શહેરમાં ફેલાવવા માંગતા હતા. એવા મોટા ગુનેગારો હાલ છેલ્લા હવાલે છે અને તેઓને જામીન પણ ન મળે ત્યાં સુધીને ઉત્તમ કાર્યવાહી હાલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતના અનેક એસીપી,ડીસીબી સૌ કોઈ પોલીસ કર્મીઓ નાગરિકોની સેવાઓ માટે ઘર સુધી જાય છે અને નાની મોટી તકલીફો દૂર કરે છે. ઘણા એવા કિસ્સાઓ છે કે જે શહેર પોલીસને મોર્નિંગ દરમિયાન પણ ધ્યાને આવ્યું હોય અને તેનો તાત્કાલિક નિરાકરણ લાવે છે.
પોલીસની મહિલા બહેનો વિશે અગત્યની વાત કરતા જણાવ્યું કે મહિલા પોલીસ જ્યારે પણ કોઈ વૃદ્ધ મહિલા કે પછી વૃદ્ધ નાગરિક ફોન કરે ત્યારે હંમેશા ખડે પગે રહી છે.આજ છે ગુજરાત સરકારનો અભિગમ. તેમણે કહ્યું કે પ્રજા અને પોલીસ મિત્ર બની અને પોલીસ પણ પ્રજા સુધી પહોંચીને નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવીને નાગરિકોને સેવા કરી છે.
એક પછી એક અતિક્રમણ હટાવવા માટે સુરત પોલીસ મહાનગરપાલિકા ની સાથે મળીને વધુમાં વધુ ઝડપથી કામ કરશે એવો વિશ્વાસ ગૃહમંત્રી અર્થ સમજીએ નાગરિકો સુધી પહોંચાડ્યો છે. ઉમરા પોલીસ સ્ટેશન માંથી છૂટું પડેલું આ વેસુ પોલીસ સ્ટેશન કે જ્યાં નાગરિકો ની તમામ નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે હંમેશા ખડે પગે રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.