Vevai Vevan love story, Gujarat: ગુજરાત (Gujarat) રાજ્યમાં વેવાઈ-વેવાણ હંમેશા એક ચર્ચાનો વિષય રહે છે. વેવાઈ વેવાણ વચ્ચે પાંગરતો પ્રેમ સમગ્ર પરિવારના લોકોને હચમચાવી નાંખે છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાર આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર (Gandhinagar) માં વેવાઈ-વેવાણની પ્રેમની વાત પ્રકાશમાં આવી છે. ગાંધીનગરમાં વેવાઈ-વેવાણની પ્રેમની કહાની ને કારણે ઘરમાં મહાભારત સર્જાયુ હતું. મળેલી માહિતી અનુસાર વેવાઈની ઉંમર 70 વર્ષ છે અને વેવાણની ઉંમર 67 વર્ષ છે.
આ રીતે એકબીજાના પ્રેમમાં પડ્યા વેવાઈ વેવાણ
વેવાઈ વેવાણ પ્રેમમાં એવા પડ્યા કે, વેવાઈ પોતાની વેવાણને મળવાનો એક પણ મોકો છોડતા ન હતા. ત્યારે આખરે દીકરાએ અભયમ હેલ્પલાઈનમાં મદદ માંગી હતી. મળેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ગાંધીનગર ઈન્ફોસિટીનો છે. આ વાત 67 વર્ષીય દાદી અને 70 વર્ષના દાદાના પ્રેમની છે. બંને પ્રેમમાં એવા પડ્યા કે, સંતાનોના હાથે પ્રેમાલાપ કરતા પકડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વેવાણનો દીકરો અને વેવાઈની દીકરી લગ્ન બાદ અમેરિકામાં સ્થાયી થઇ ગયા છે. વેવાણના પતિનું અવસાન થયુ હોવાથી તે તેમના નાના દીકરા સાથે રહે છે. ત્યારે બીજી તરફ વેવાઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે. બંનેના દીકરા દીકરીના લગ્ન થયા હોવાથી બંને એકબીજાને મળીને સુખ-દુખની વાતો કરતા હતા. આ કારણે તેઓ એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. વોટ્સએપ પર ચેટિંગમાં તેમની નજીકીતા વધી હતી. બંને સાથે સમય પણ પસાર કરવા લાગ્યા.
દીકરાએ ખોલી પોલ
બંને વચ્ચે નજીકીતા એટલી વધી ગઈ હતી કે, વેવાણ અને વેવાઈ એકબીજાને મળવાનો મોકો શોધવા લાગ્યા હતા. વેવાણ એકલી હોય તો વેવાઈ તેને મળવા પહોંચી જતા હતા. વેવાઈ વેવાણની ફ્લેટની બહાર આંટાફેરા પણ મારવા લાગ્યા હતા અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. પહેલા તો પરિવારને તેમના મળવાનું આ સહજ લાગતુ હતું, પરંતુ બાદમાં તેમનો પ્રેમનો ભાંડો ફૂટ્યો હતો.
મોબાઈલમાં મેસેજ વાંચતા જ પગ તળેથી જમીન ખસી ગઈ
ત્યારે એકવાર વેવાણના દીકરાએ પોતાની વૃદ્ધ માતાના મોબાઈલના મેસેજ વાંચી લીધા હતા. જયારે વેવાણના દીકરાએ માતાના મેસેજ જોયા ત્યારે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ત્યાર બાદ દીકરો તેની માતા પર નજર રાખવા લાગ્યો. નજર રાખતા દીકરાને જાણ થઇ કે વેવાઈ અને વેવાણ એકબીજાને છુપાઈ છુપાઈને મળે છે. એકવાર વેવાણ મંદિરે દર્શન કરવાના બહાને ઘરેથી ગયા હતા અને ત્યાં વેવાઈ પણ આવી પહોંચ્યા હતા. તે સમયે જ વેવાણનોદીકરો ત્યાં પહોચ્યો અને બંનેને રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
ત્યાર બાદ આ સમગ્ર વાત બંનેના ઘર સુધી પહોંચી ગઈ હતી. ત્યારે દીકરાએ અભયમ 181 હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. વૃદ્ધ અને વૃદ્ધાએ અભયમની ટીમ સામે પણ એકબીજા સાથે પ્રેમ હોવાનો એકરાર કર્યો હતો. વૃદ્ધ પ્રેમીપંખીડાંનું કાઉન્સેલિંગ અભયમની ટીમ દ્વારા કલાકો સુધી કરવામાં આવ્યું હતું. ત્યારે જઈને બંને એકબીજાના પ્રેમસંબંધોનો અંત લાવવા માટે લેખિતમાં બાંયધરી આપતાં હાલમાં પરિવારમાં શાંતિ થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.