55 વર્ષની ઉંમરે ભારતના સિંહ જવાને -30 ડીગ્રી તાપમાનમાં એક મીનીટમાં 65 પુશઅપ માર્યા- જુઓ વિડીયો

મુશ્કેલ પરિસ્થિતિઓમાં વિજયની ભાવના કેવી રીતે જાળવી રાખવી તે ભારતના બહાદુર સૈનિકો પાસેથી શીખી શકાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ કમાન્ડન્ટ રતન સિંહ સોનલ સાબિત થયા છે. ITBPના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લદ્દાખમાં 55 વર્ષીય રતનનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રતન સિંહ સોનલે લદ્દાખમાં હિમાલયના 17,500 ફૂટ ઊંચા શિખર પર -30 ડિગ્રી તાપમાનમાં પણ એક મિનિટમાં 65 પુશઅપ કરીને ફિટનેસ બતાવી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો લોકોને અહેસાસ કરાવે છે કે, આપણા દેશના જવાન દરેક પરિસ્થિતિમાં પોતાને ફિટ રાખે છે. ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતા ITBPએ લખ્યું, ’55 વર્ષના ITBP કમાન્ડન્ટ રતન સિંહ સોનલે લદ્દાખમાં 17 હજાર 500 ફૂટની ઉંચાઈ પર -30 ડિગ્રી સેલ્સિયસ ઠંડીમાં એક જ વારમાં 65 પુશઅપ્સ પૂરા કર્યા.’ ITBPના આ ટ્વિટમાં કમાન્ડન્ટની હિંમત જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ તેની હિંમતને સલામ કરી છે.

ચીનના હુમલા બાદ વર્ષ 1962માં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની રચના કરવામાં આવી હતી. સરહદ ઉપરાંત ITBPના જવાનોને નક્સલ વિરોધી ઓપરેશનની સાથે અન્ય અનેક ઓપરેશનમાં પણ તૈનાત કરવામાં આવ્યા છે. તે દેશનું મુખ્ય અર્ધલશ્કરી દળ છે. આ દળના જવાનો તેમની સખત તાલીમ અને વ્યાવસાયિકતા માટે જાણીતા છે.

તે જ સમયે, તેઓ કોઈપણ પરિસ્થિતિ અને પડકારનો સામનો કરવા માટે હંમેશા તૈયાર હોય છે. આખું વર્ષ હિમાલયમાં બરફથી ઢંકાયેલી ફોરવર્ડ પોસ્ટ પર રહીને દેશની સેવા કરવી એ તેમની મૂળભૂત ફરજ છે, તેથી તેમને ‘હિમવીર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *