છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પત્ની સાથેના ઝઘડાઓથી કંટાળીને ઝેર પીને આત્મહત્યા કરતા પહેલા વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો અને ત્યાર બાદ આપઘાત કર્યો હતો. આ અંગે મૃતક યુવાનના પિતાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પત્ની રિસાઇને પિયરમાં જતી રહી હતી
પતિ-પત્ની વચ્ચે ઘરમાં લડાઈ તો ચાલતી જ હોય છે. પરંતુ, કેટલીક ઘટનાઓ એવી પણ હોય છે કે, જેમાં માણસ ગુસ્સે થઈને ન કરવાનું કરી બેસે છે. ત્યારે આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા વિજયભાઈ શાંતિલાલ રાઠવા કાઠિયાવાડ મજૂરી કામ કરતા હતા. ત્યારે તેમની પત્ની રિસાઈને તેના પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરવામાં આવી ગઈ હતી.
યુવાને વિડિયોમાં પત્ની સામે કાર્યવાહી કરવાની માગ કરી
વિજયભાઇના બે સંતાન છે. જેમાં 4 વર્ષની પુત્રી એંજલ અને દોઢ વર્ષનો પુત્ર સ્વરજકુમાર છે. ત્યારે વિજયભાઈ પોતાની પત્નીને તેડવા પત્નીના પિયરમાં ગયા હતા. પરંતુ, તેમની પત્ની આવી નહી અને વિજયભાઈને માર મારવામાં આવ્યો હતો. વિડિયોમાં યુવાને જણાવ્યું હતું કે, મારી સાથે મારી પત્નીએ દગો કર્યો છે. એટલે હું આત્મહત્યા કરું છું, અને મારું આત્મહત્યા કરવાનું કારણ માત્રને માત્ર મારી ઘરવાળી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવું કહીને આત્મહત્યા કર્યાં પહેલા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
પિતાની અરજીને આધારે પોલીસે તપાસ શરૂ કરી
મૃતક વિજયભાઈના પિતા શાંતિલાલ રણછોડભાઇ રાઠવા નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. હવે નસવાડી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન બે બાળકો પરથી પિતાનો સહારો ઉઠી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle