ચીન પોતાના ખતરનાખ હથિયારોના કારણે સતત દુનિયાને ધમકાવી રહ્યું છે. ચીન એક તરફ એશિયા, તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ચીન સાગરના મોટા જળ વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યું છે અને સૈન્ય શક્તિનું શક્તિ પ્રદર્શન કરતુ રહે છે. ચીન તાઈવાન પર પણ હુમલો કરવાની ફિરાકમાં છે. પરંતુ તાજેતરમાં જ સામે આવેલા એક વીડિયોના કારણે ચીનની દુનિયાભરમાં ફજેતી કરાવી હતી.
ચીની સરકાર આ કાર્ય બાદ દુનિયા સામે શરમ અનુભવી રહી છે. ચીન જે હથિયારના જોરે તાઈવાન સહિતના દેશોને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેને જ ચીનની ફજેતી કરાવી હતી. ચીનના મોટા મોટા દાવા વચ્ચે સૈન્યનું આ હથિયાર સામાન્ય પાણી સામે પણ ટક્કર ઝીલી શક્યુ નહોતુ અને જળ સમાધી લઈ બેઠું હતું.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયો વિડીયો
હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, એક ટેંક પાણીની અંદર ડૂબી રહી છે. સોશિયલ મીડિયા પર દુનિયાની સૌથી મોટી સેના પીપલ્સ લિબરેશન આર્મીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ટેંક પાણીની અંદર ડૂબતી જોવા મળી રહી છે. પરંતુ તે થોડુ ચાલીને જ ઉંચા માથે પાણીમાં ડુબી જાય છે. ટેંક પર સવાર સૈન્ય કર્મીઓએ પણ પોતાના જીવ બચાવીને ભાગવુ પડ્યું હતું. માનવામાં આવે છે કે, ચીન પાણીના માર્ગે જ તાઈવાનને નિશાન બનાવવાની ફિરાકમાં છે. તેવામાં ચીની સૈન્ય ટેંકના આ વીડિયોએ તેની ગુણવત્તા પર જ સવાલ ખડા કર્યા છે.
ચીનના હથિયારોની ગુણવત્તા પર સવાલ
આ વિડીયો વાઈરલ થતા ચીન દુનિયા સામે શરમ અનુભવી રહ્યું છે. જોકે, ટેંકનું કામ હોય છે પાણીમાં પણ છુપાઈને રહેવુ અને જરૂર પડ્યે અચાનક દુશ્મન પર હુમલો કરવો. આ ટેંકનું કામ શંકાસ્પદ વાહનને નદી પાર કરતુ રોકવુ. પરંતુ આ ટેંક પોતે જ પાણીમાં ગરકાવ થઈ જતા ચીન પર આંગળી ચિંધાઈ રહી છે. સાથે જ એવા પણ આરોપ લાગી રહ્યાં છે કે, આ ટેંક એકદમ નિચલી કક્ષાની અને પાતળા અને નબળા સ્ટીલમાંથી બનાવવામાં આવી છે. તેવી જ રીતે તે સૈન્ય માપદંડો પર ઉતરતી કક્ષાની છે. જેના કારણે આ ટેંક પાણીમાં ડુબી ગઈ. સાથે જ ચીની સૈન્યના સાધનો, હથિયારોની ગુણવત્તા પર સવાલ ઉભા થવા લાગ્યા છે અને ભ્રષ્ટાચારના પણ આરોપ લાગી રહ્યાં છે.
Want some fun? Watch this video!?
?? PLA sinking tank!? pic.twitter.com/D7Xb19ljiu— Hiro Hamakawa (@hiro_hamakawa) August 15, 2020
તાઈવાન પર હુમલા કરવાની ફિરાકમાં ચીન
મળતી માહિતી અનુસાર, ચીને તાઈવાન પર દબાણ વધારવા માટે તાઈવાન સ્ટ્રેટ પાસે 40 હજાર જવાનો ખડકી દીધા છે. આ માટે ચીને બે મરીન બ્રિગેડ પણ બનાવી છે. ચીને ધમકી આપી છે કે, જો રાજનૈતિક રીતે તાઈવાન ચીનનો ભાગ નહીં બને તો તે તાકાતના જોરે તાઈવાન પર કબજો કરી લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews