જોઈ લો આશિકીનું ભૂત, ચાલુ બાઈકે કપલના રોમાન્સનો વિડીયો થયો વાયરલ

bike romance viral video: ઘણી વખત એવા વિડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને આપણે પણ શરમમાં મુકાઈ જઈએ છીએ. અત્યાર સુધીમાં એવા ઘણા બધા (bike romance viral video) વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેને જોઈ લોકોનું માથું ઝૂકી ગયું છે. હમણાં આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં?
તમે હમણાં જે વાયરલ વિડીયો જોશો તેને ચાલતી કારમાં એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો છે. કારમાં જતા વ્યક્તિને એક બાઈક દેખાય. આ બાઈક એક છોકરો ચલાવી રહ્યો છે અને તેની સાથે એક છોકરી પણ બેસેલી છે, પરંતુ તે યોગ્ય રીતે બેઠી ન હતી. છોકરો ગાડી ચલાવી રહ્યો છે અને છોકરી પેટ્રોલની ટાંકી પર છોકરાની તરફ મોઢું રાખીને બેઠેલી જોવા મળે છે. અને આ છોકરી છોકરાને ગળે લગાવી અશ્લીલ હરકતો કરી રહી છે. આ રીતે તેમનો ચાલતી બાઈક પર રોમાન્સ ચાલી રહ્યો છે. તેમને આ વાતની કોઈ પરવાહ નથી કે રસ્તા પરથી જઈ રહેલા લોકો ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો તેને આવી રીતે જોઈ રહ્યા છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

હમણાં તમે જે વાયરલ વિડીયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો 3 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. વિડીયો જોયા બાદ ઘણા લોકોએ તેના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક વ્યક્તિ લખે છે કે કોઈ ચપ્પલ કાઢી આ લોકોને મારો, છપરી, નિબ્બા નિબ્બી, સવાર સવારમાં ગુસ્સો અપાવી દીધો. અન્ય એક વ્યક્તિ લખે છે કે આનું લાઇસન્સ રદ કરો. ત્રીજો વ્યક્તિ લખે છે કે ભાઈ આવો દેખાડો કરીને શું સાબિત કરવા માંગે છે.