ખાખીધારીઓને કારમાં ડાન્સ કરવો પડ્યો ભારે- કરી એવી કડક કાર્યવાહી કે, હચમચી ઉઠ્યો પોલીસ સ્ટાફ

ગુજરાત(Gujarat): પૂર્વ કચ્છ(Kutch)ના ગાંધીધામ(Gandhidham) એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા ત્રણ પોલીસકર્મીઓ(Policemen)ને ખાખી વર્દીમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરવો ખુબ જ ભારે પડ્યો છે. એસપી દ્વારા…

ગુજરાત(Gujarat): પૂર્વ કચ્છ(Kutch)ના ગાંધીધામ(Gandhidham) એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા ત્રણ પોલીસકર્મીઓ(Policemen)ને ખાખી વર્દીમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરવો ખુબ જ ભારે પડ્યો છે. એસપી દ્વારા નિયમોનો ભંગ કરી રહેલા અને વર્દીમાં જૂમી રહેલા ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ(Three policemen suspended) કરી દેવામાં આવ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે, સામાન્ય રીતે ટ્રાફીક નિયમન તોડનાર લોકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે પણ પોલીસ ખુદ નિયમોનો ભંગ કરે અને નિયમોના ધજાગરા ઉડાવે તો તેમને પણ તેનું પરિણામ ભોગવવું જ પડે છે. વાયરલ થઇ રહેલા વિડીયોમાં કારમાં ખાખી ગણવેશધારી ચાર પોલીસ કર્મીઓ એક ગીત ઉપર ઝૂમતા નજરે પડી રહ્યા. ત્યારે આ વિડીઓ વાયરલ થયા બાદ પુર્વ કચ્છ એસપીએ એ-ડિવિઝનના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ એસપી મયુર પાટિલે વિગતો જણાવતા કહ્યું હતું કે, સોશિયલ મીડીયા પર ચાર જેટલા પોલીસ કર્મી કારમાં પોલીસની ખાખી વર્દીનો યુનિફોર્મ હોવા છતાં પણ ગીત ઉપર ઝૂમી રહ્યા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરીને ખાખી ગણવેશમાં હોવા છતાં સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા નજરે પડ્યા હતા અને તેમજ સીટબેલ્ટ ન બાંધી ટ્રાફીક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી તેમણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ચાર પૈકી એક પોલીસ કર્મી પૂર્વ કચ્છમાંથી બનાસકાંઠા જિલ્લામા઼ ફરજ બજાવી રહેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ગયા એકાદ વર્ષથી પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા પર કાયદાના રખેવાળોનું જાણે કોઇ પણ પ્રકારનો અંકુશ જ ન રહ્યો હોય તેમ એક પછી એક આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. તો ચોરી, લૂંટફાટના કેસો પણ સામે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *