સત્યનારાયણની કથા બંધ કરાવનાર જયંત પંડ્યાને થયેલી છે નાણાકીય ઉચાપત બદલ સાત વર્ષની કેદની સજા

જયંત પંડ્યા હેમાંગ રાવલ

Jayant Pandya: રાજકોટના પારડી ગામે આવેલ PGVCL કચેરીમાં સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે આ કથાને લઇ થયેલ વિવાદે (Jayant Pandya) મોટુંરૂપ ધારણ કર્યું છે. જેમાં કચેરીમાં ચાલી રહેલ કથાને વિજ્ઞાન જાથાના ચેરમેને અડધેથી બંધ કરાવી હતી. જયંત પંડ્યાએ કથા બંધ કરાવી દેતા વિવાદ વકર્યો હતો.

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા (Jayant Pandya) દ્વારા સનાતન ધર્મમાં રહેલા વિધિવિધાનોનો હંમેશા વિરોધ કરવામાં આવે છે અને સનાતન ધર્મોની આસ્થાને ઠેસ પહોચાડવાનો કોઈ મોકો આ વિજ્ઞાન જાથા અને તેના મળતીયાઓ છોડતા નથી. રાજકોટ નજીક પારડી ખાતે જાથા દ્વારા સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવી તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને તેને સહેજ પણ ચલાવી ના લેવાય.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે (Hemang Raval) જણાવ્યું હતું કે તેમની સંસ્થા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અંધશ્રદ્ધાનો હંમેશા વિરોધ કરે છે પરંતુ ધાર્મિક આસ્થાને સન્માન આપે છે. દેશના મહાન સપૂત ડો બાબા સાહેબ આંબેડકરે પણ આપણા દેશના બંધારણની અંદર પણ દેશના નાગરિકોને પોતાનો ધર્મ અને આસ્થા માનવાની છૂટ આપેલી છે.

આજે જે પ્રમાણે કરોડો હિન્દુઓની જેનામાં આસ્થા છે તેવા ભગવાન શ્રી સત્યનારાયણની કથા કાર્યક્રમ બંધ કરાવીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમના મળતીયાઓએ બ્રહ્મ સમાજ અને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે.

આ એ જ જયંત પંડ્યા છે જેને નાણાકીય ઉચાપતના કેસમાં કોર્ટે સાત વર્ષની સજા પણ આપેલી છે. તેની સાથે ટેલીફોનીક વાત કરતા આ સખ્સ દ્વારા એમ કહીને ગર્ભિત ધમકી આપવામાં આવી કે “હું શાંતિથી વાત કરું છું ત્યાં સુધી સારું છે” આમ વારંવાર સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડતા આ વ્યક્તિ સામે આવનારા દિવસોમાં બ્રહ્મ સમાજ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.