ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની વિરૂધ્ધ અહિંના કાંટી થાનામાં 153, 295, 504ની હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ આહિયાપુર પોલીસ સ્ટેશન હેઠળના ભિખનપુર ગામના સામાજિક કાર્યકર તમન્ના હાશમી તરફથી દાખલ કેસના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમન્ના હાશમીના કેસમાં સબ જજ અને અપર મુખ્ય ન્યાયિક દંડાધિકારીની અદાલતે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.
આ કેસમાં તેમણે ગુજરાતમાં બિહારીઓ સાથે થયેલ ખરાબ વર્તન તથા ત્યાંથી પરાણે કાઢી મુકવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તમન્ના હાશમીએ જણાવતાં કહ્યું છે, કે મને કાંટી પોલીસ સ્ટેશને બોલાવ્યા બાદ નિવેદન લેવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના અધિકારી કુંદન કુમારે જણાવતાં કહ્યું છે, કે ફરિયાદ નોંધીને કેસની કાર્યવાહી થઇ રહી છે.
અહી એ ઉલ્લેખનીય છે કે, મુઝફફરપુરના સામાજીક કાર્યકર તમન્ના હાશમીએ એસીજેએમ ગૌરવ કમલની કોર્ટમાં એક કેસ દાખલ કર્યો હતો. તેમણે ગુજરાતમાં બિહારીઓ પર થયેલ અત્યાચાર અને તેઓને ત્યાંથી બળજબરીથી કાઢી મુકાયાનો આરોપ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સ્થાનિક ધારાસભ્ય તથા બિહાર કોંગ્રેસના સહપ્રભારી અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો.
એ વખતે હાશમીએ જણાવતાં કહ્યું હતું કે, 9-10-2018ના રોજ ઘણી TV ચેનલો પર સમાચારો પ્રસારિત થયાં હતા, કે બિહારના લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, અને તેઓને ગુજરાતથી બળજબરીપૂર્વક ભગાડી મુકવામાં આવી રહ્યા છે. બિહારી હોવાને લીધે આ સમાચારથી મને દુઃખ પહોંચ્યુ હતું.
અલ્પેશ ઠાકોર પર તેનો આરોપ મુકતા તેમણે કેસમાં એવો પણ આરોપ લગાવ્યો છે, કે નિયમ તોડવાના આ પ્રયત્નમાં મુખ્યમંત્રી રૂપાણીએ પણ તેમને સાથ આપ્યો હતો.તમન્ના હાશમીએ આરોપ લગાવ્યો હતો, કે 9-10-2018ના રોજ હું TV ચેનલ જોતો હતો. ત્યારે દામોદરપુરનો એક કાર્યક્રમ આવવાનો હતો.
જેમાં બિહારના લોકોની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું હતું. તેટલું જ નહિ, પરંતુ બિહારીઓને ભગાડી પણ મૂકાયા હતા. આરોપીઓના આ વર્તનથી બિહાર અને બિહારના લોકોનું અપમાન થયું છે. આ પ્રકારના સમાચારો જોઇને મને દુઃખ થયું છે. અહિ એ ઉલ્લેખનીય છે, કે ઓકટોબર 2018માં સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળા ઉપર રેપની ઘટના પછી બિનગુજરાતી લોકો પર કથીત રીતે હુમલા અને મારપીટ કરીને ભગાડી દેવાના હતા.
આ ઘટના પછી ગુજરાતમાં રહેતા બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો ભાગી જવા લાગ્યા હતા. જો, કે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગુજરાતના મુખ્યમંત્રીની સાથે વાતચિત પણ કરી હતી. સાથોસાથ જણાવતાં કહ્યું હતું કે, ઘટનામાં દોષિત હોય તેને સજા મળવી જ જોઇએ. પરંતુ બીજાને હેરાન કરવા ન જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news