વિજય રુપાણી એ કામ કરવા જઈ રહ્યા છે, જે તેમણે અત્યાર સુધી નથી કર્યું. જાણો વિગતે

ગુજરાતમાં નોટબંધી અને જીએસટીના કારણે વેપારીઓની આર્થિક હાલત કથળી ચૂકી છે અને નાના ઉદ્યોગો બંધ થઇ રહ્યાં છે ત્યારે સરકારે આ વેપારીઓ માટે મહત્વની યોજના જાહેર કરવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને નાના વેપારીઓ કેમ યાદ આવ્યા તે સમજવું હોય તો રાજ્યમાં પ્રવર્તી રહેલી મંદીની સ્થિતિ જાણવા જેવી છે. ગુજરાતમાં નાના ઉદ્યોગો પડી ભાંગ્યા છે. ઓનલાઇન શોપિંગના કારણે કરિયાણાની દુકાનો થી રેડીમેડ ગારમેન્ટ બજારની હાલત નાજૂક બની છે. શહેરોમાં આવેલા શોપિંગ મોલ્સ ખાલી થઇ રહ્યાં છે ત્યારે ગુજરાતી જનતાનો ધંધો બચાવવા માટે રૂપાણી સરકારને હવે સમય મળ્યો છે.

ગુજરાતમાં માઇક્રોલધુ અને મધ્યમ ઉદ્યોગોનો સરકારી સહાય સાથે માર્કેટની સહાય મળતી નથી તેવા આરોપ વચ્ચે ગુજરાત સરકાર નાના ઉદ્યોગો માટે ઔદ્યોગિક કલસ્ટર બનાવવા જઇ રહી છે. સરકારનો દાવો છે કે અત્યારે પ્રારંભિક તબક્કે આઠ કલસ્ટર માગ્યા છે પરંતુ ભવિષ્યમાં રાજ્યના પ્રત્યેક જિલ્લામાં આ પ્રકારના કલસ્ટર બનાવવાનું પ્લાનિંગ છે. ભારત સરકારની નાણાકીય સહાય મેળવવા માટે ગુજરાત સરકારે દિલ્હીમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને ટકાવી રાખવા માટે આઠ કલસ્ટરની માગણી કરી છે. આ માગણી કરવાનો હેતુ નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી આપવાનો છે. કલસ્ટર સ્થાપિત થવાથી લધુ ઉદ્યોગો માટે નવી દિશા ખૂલશે.

કેન્દ્ર સરકાર અગાઉ રાજ્યની માગણી પ્રમાણે, સુરતમાં બે કલસ્ટરની મંજૂરી આપી દીધી છે અને બીજા છ માટે કેન્દ્ર પાસે દરખાસ્ત મોકલવામાં આવી છે. 

એમએસએમઇ કલસ્ટર અમદાવાદસુરતઆણંદનવસારીસુરેન્દ્રનગરમહેસાણા અને સાબરકાંઠામાં બનાવવાનું થાય છે. આ કલસ્ટરોમાં હીરાનું કટીંગહીરાની ચમકપ્લાસ્ટીક ઉપ્તાદનપેકેજીંગખાદ્ય સામગ્રીકીમતી પથ્થર અને એન્જીનિયરીંગ ક્ષેત્રમાં કામ કરતા ઉદ્યોગો અને રોજગારી મેળવતા લોકોને મોટો ફાયદો થશે. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર સુરતમાં બે કલસ્ટર શરૂ કરવાની તૈયારી કરી રહી છે જેમાં એક હીરાનું કટીંગ અને પોલિશ કરવાનું છે અને બીજું એન્જીનિયરીંગ ક્ષેત્રનું છે. કેન્દ્ર સરકારે એમએસઇ-સીડીપી એટલે કે કલસ્ટર વિકાસ કાર્યક્મ શરૂ કર્યો છે જેમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીસ્કીલ ડેવલપમેન્ટગુણવત્તા સુધારણાબજારની ઉપલબ્ધતા અને મૂડીરોકાણ મહત્વનું છે.

એમએસએમઇ-સીપીડી યોજના હેઠળ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આઠ દરખાસ્તો આપી છે. નવી દરખાસ્તોને ઝડપથી મંજૂરી મળી જાય તેવી સરકારને આશા છે. આ કલસ્ટર જે તે માઇક્રોસ્મોલ કે લધુ ઉદ્યોગને સીધી રીતે ફાયદો કરાવશે. રાજ્ય સરકાર એક જિલ્લામાં એક કલ્સ્ટર બનાવવા માગી રહી છે એટલે કે રાજ્ય સરકારને કુલ 33 જિલ્લાઓ માટે દરખાસ્ત કરવાની થશે. જો આ તમામ દરખાસ્તો સ્વિકારી લેવામાં આવે તો ગુજરાતમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્થાનિક રોજગારીની તકો ખૂલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *