હરિયાણાના કેટલા ગામ ના નામ એવા છે કે જેનું નામ લેવામાં લોકો ઈચ્છતા નથી. અહીંના લોકોનું કહેવું છે કે જો અમે અમારા ગામનું નામ કોઈ પૂછે છે તો અમે તેને કહેવામાં ખચકાટ અનુભવીએ છીએ.હરિયાણા કેટલાક ગામના નામ આ પ્રકારના છે. કિન્નર,ચોરપુર,લુલા અહિર, કુતિયાવાળી,દૂર્જનપુર.અહીંના રહેવાવાળા ઓનું માનવું છે કે તેમના ગામનું નામ તેમની ભાવનાઓ થી મેળ ખાતું નથી.
ગામલોકોનું માનીએ તો તેમના માટે શરમજનક છે. તે લોકોની માંગ છે કે દુર્જનપુર નું નામ બદલીને સજ્જનપુર કરી દેવું જોઈએ.ગામ ના નામ આ રીતે અટપટા હોવાને કારણે તેમના જીવન પર નકારાત્મક અસર પડે છે. ચોરપુરના ગામવાસીઓ જ્યારે પોતાના ગામનું નામ કોઈને કહે છે તો તેમને શરમ આવે છે.લોકો તેમને કહીને મજાક ઉડાવે છે કે આ ગામમાં ચોર રહે છે. અહીંના લોકોની માંગ છે કે આ ગામનું નામ સાધુપુર રાખી દેવું જોઈએ.
ગામ કુતિયાવાળી નામ રાખવા પાછળ કેટલીક એવી જ કહાની છે.પહેલા સહજાદ પુર નામથી આ ગામમાં આઝાદી પહેલા અંગ્રેજી અધિકારી આવ્યો હતો અને તેને કોઈ કુતિયા એ કરડી લીધો હતો ત્યારે તેણે ગુસ્સામાં આવીને આ ગામનું નામ બદલીને કુતિયાવાળી રાખી દીધું હતું.