લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કર્યું તો બનાવ્યો મગર, તપતા રોડ પર તરવાની સજા મળી

બિહારના ગોપાલગંજમાં lockdown ઉલ્લંઘન કરી ફરવા નીકળતા લોકોને પાઠ ભણાવવા માટે પોલીસ અને અર્ધસૈનિક બળ અલગ અલગ રીતો અજમાવી રહી છે. જેનો એક વીડિયો સોશિયલ…

બિહારના ગોપાલગંજમાં lockdown ઉલ્લંઘન કરી ફરવા નીકળતા લોકોને પાઠ ભણાવવા માટે પોલીસ અને અર્ધસૈનિક બળ અલગ અલગ રીતો અજમાવી રહી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.

lockdown માં ગુરુવારે ટ્રક કાર અને બાઇક પર નીકળેલા લોકો ને ફરતા જોયા તો પોલીસે ઉઠક-બેઠક કરવાની સાથે સાથે તેણે સખત તાપમાં રોડ પર મગર બનાવ્યા.

પોલીસના કહેવા પર એક ટ્રક ડ્રાઈવર તડકામાં તપતા રોડ પર સૂઈને મગરમચ્છની જેમ તરતો નજર આવ્યો. પોલીસ વચ્ચે વચ્ચે ઝઘડા પણ મારી રહી છે. તેમજ અર્ધસૈનિક બળનો જવાન પણ ડ્રાઈવરને એકદમ મગરમચ્છની જેમ જ રોડ પર ધસડવા માટે મજબૂર કરતો દેખાઇ રહ્યો છે.

આ તસવીર ગોપાલગંજ શહેરના આંબેડકર ચોક ની છે.પોલીસે કોઈને ગુરુવારે અહીંયા ઉઠક-બેઠક કરાવી તો કોઈને મુરઘો બનાવી ચેતવણી આપી ઘરે મોકલ્યા.

પોલીસે lockdown સમયગાળા દરમિયાન લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવાની સલાહ આપી. વગર કામે બહાર રખડતા વાહનોના ચલાન પણ કાપ્યા.જોકે ડ્રાઇવર ઈમરજન્સી સેવામાં હતો કે નહીં તેની જાણકારી પોલીસ આપવાથી આનાકાની કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *