કોલેજમાં વિદ્યાર્થીની આપી રહી હતી ફેરવેલ સ્પીચ, અચાનક આવી ગયો હાર્ટએટેક; જુઓ મોતનું LIVE તાંડવ

Heart attack Live Video: દેશભરમાં અચાનક હાર્ટએટેક આવવાથી મૃત થતા હોવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં મહારાષ્ટ્રના પરંડા તાલુકાની (Heart attack Live Video) મહર્ષિ ગુરુવર્ય આર.જી. શિંદે યુનિવર્સિટીની કોલેજના ચાલુ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિની અચાનક ઢળી પડે છે. આ ઘટનામાં વિદ્યાર્થિનીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે વિદ્યાર્થિનીની મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

કોલેજના કાર્યક્રમમાં વિદ્યાર્થિનીની અચાનક ઢળી પડી
મહારાષ્ટ્રના પરંડા તાલુકાની મહર્ષિ ગુરુવર્ય આર.જી. શિંદે યુનિવર્સિટીની કોલેજમાં આજે રવિવારે (6 એપ્રિલ, 2025) બપોરના 12:30 એક કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે એક ઘટના સર્જાય હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે, સ્ટેજ પર હસતાં હસતાં વિદ્યાર્થિની ભાષણ આપી રહી છે, એટલાં તે પડી જાય છે. જો કે, ત્યારબાદ વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે 20 વર્ષીય વર્ષા ખરાટ નામના વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી.

સાત વર્ષ પહેલાં તેની ઓપન હાર્ટ સર્જરી થઈ હતી
મળતી માહિતી મુજબ, વર્ષા BSCના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વર્ષા નાડી સોલાપુર જિલ્લાના માધા તાલુકાના પરાંડ્યા પાસેના ગામની રહેવાસી હતી. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, વર્ષાને બાળપણથી જ હૃદયરોગ હતો અને સાત વર્ષ પહેલાં તેની ઓપન હાર્ટ સર્જરી થઈ હતી. આ બીમારીની તે દવાઓ પણ લઈ રહી હતી.