ભારતીય ટેસ્ટ ક્રિકેટના એક યુગનો અંત, વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેર કરી નિવૃત્તિ

Virat Kohli retires from Tests: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો (Virat Kohli retires from Tests) સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી, પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો.

કોહલીએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લીધો, ઇગ્લેન્ડ ટેસ્ટ પહેલા કર્યુ એલાન
વિરાટ કોહલીએ જૂન 2011 માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કોહલીએ પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા. તેમની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા.

ટેસ્ટમાં ‘વિરાટ’ની 14 વર્ષની સફર
ઇન્સ્ટાગ્રામ પર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની માહિતી આપતા વિરાટ કોહલીએ લખ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ.

 

View this post on Instagra

 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી
વિરાટ કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી. તેણે કહ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં મેં પહેલીવાર વાદળી જર્સી પહેરી તેને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. સફેદ રંગમાં રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી પણ તે હંમેશા તમારી સાથે રહે છે.