વિરાટ કોહલીએ એવી સિક્સ ફટકારી કે સિક્યુરિટી ગાર્ડના માથા પર બોલ વાગ્યો… કોહલીએ શું કર્યું?

હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ ની પહેલી મેચ વર્થમાં રમાઈ રહી છે. ભારતે બીજી ઇનિંગમાં બેટિંગ કરતાં કાંગારુ બોલેરોના પરસેવા છોડાવી દીધા છે. ભારતીય ઇનિંગ દરમિયાન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના એક છક્કા ને લીધે ગ્રાઉન્ડમાં બાઉન્ડ્રી પર ફરજ પર રહેલા સિક્યુરિટી ગાર્ડને બીજા પહોંચી છે. તેના ચહેરા પરથી એ સ્પષ્ટ છે કે તેને ખૂબ દુખાવો થઈ રહ્યો છે. વિરાટ કોહલી પહેલી ઇનિંગમાં ફક્ત પાંચ રન બનાવી શક્યા હતા પરંતુ બીજી ઈનિંગમાં આપ સેન્ચ્યુરી પૂરી કરી ચૂક્યા છે અને હાલ રમી રહ્યા છે.

વિરાટ કોહલીએ પર્સના મેદાન પર પોતાના ટેસ્ટ કરિયરનો 29 મો છકો લગાવ્યો હતો એ છક્કો સીધો જઈને સ્ટેડિયમના એક સિક્યુરિટી ગાર્ડને બોલ વાગ્યો હતો ત્યારબાદ આખું સ્ટેડિયમ શાંત થઈ ગયું હતું. વિરાટ કોહલીએ આ છક્કો મિચેલ સ્ટાર્ક ને માર્યો હતો.

બોલ સીધો જ બાઉન્ડ્રી રોપ પર લાગ્યો હતો પરંતુ ત્યાં ટપ્પો ખાઈને સીધો સિક્યુરિટી ગાર્ડના માથા પર વાગ્યો હતો. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ ખૂબ દુઃખમાં હતો. તેણે તરત જ માથા પરથી ટોપી કાઢી પોતાનું માથું ખંજવાળવા લાગ્યો.

સિક્યુરિટી ગાર્ડને થતો દુખાવો જોઈએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ તેની ખબર પૂછવા અને તરત જ મેડિકલ ટીમ તેની પાસે પહોંચી. વિરાટ કોહલી પણ આ દરમિયાન થોડા ગભરાઈ ગયા હતા અને તેણે પણ ઈશારાઓમાં જ ગાઢના હાલ ચાલ પૂછ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. Kohli century highlight