વિરાટ કોહલીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, એક જ ઝાટકામાં ક્રીસ ગેલ, વોર્નરને પાછળ છોડ્યા

Virat Kohli new world record: શનિવારે રમાયેલી રોમાંચક IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સ પર છેલ્લા બોલ પર બે રનથી વિજય મેળવ્યો. મેચ ખૂબ જ રોમાંચક રહી. રવિન્દ્ર જાડેજા CSK માટે અંત સુધી ટકી રહ્યો પણ મેચ જીતી શક્યો નહીં. વિરાટ કોહલીએ (Virat Kohli new world record) આ મેચમાં શાનદાર અડધી સદીની ઇનિંગ રમી. તેણે એ કર્યું જે આજ સુધી કોઈ ખેલાડી કરી શક્યું નથી.

એક જ T20 સ્થળે સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ
વિરાટ કોહલી હવે T20 ક્રિકેટના ઇતિહાસમાં એક જ સ્થળે (વેન્યુ) સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ સિદ્ધિ હાંસલ કરી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીના નામે હવે કુલ ૧૫૪ છગ્ગા નોંધાયા છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો, જેમણે આ જ મેદાન પર 151 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટે ગેલના આ મોટા રેકોર્ડને તોડીને ‘સિક્સર કિંગ’ નો તાજ પોતાના નામે કર્યો છે.

ચેન્નાઈ સામે શાનદાર ઇનિંગ્સ અને રેકોર્ડ
વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આજની મેચમાં 33 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન ફટકારેલા છગ્ગા પણ તેના ચિન્નાસ્વામી ખાતેના છગ્ગાના રેકોર્ડમાં ઉમેરાયા છે. આ ઉપરાંત, વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાની IPL કારકિર્દીની 10મી અડધી સદી પણ ફટકારી છે. આ સાથે, તે IPL માં ચેન્નાઈ સામે સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

T20 ક્રિકેટમાં એક જ સ્થળે સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન (ટોપ ૫)
1 ભારતનો વિરાટ કોહલી – બેંગ્લોરમાં 154 છગ્ગા 2. વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઇલ – બેંગ્લોરમાં 151 છગ્ગા 3. વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલ – મીરપુરમાં138 છગ્ગા 4. ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સ – નોટિંગહામમાં 135 છગ્ગા 5. ભારતનો રોહિત શર્મા – વાનખેડે ખાતે 122 છગ્ગા આ યાદીમાં રોહિત શર્મા વિરાટ કોહલી અને ક્રિસ ગેલથી ઘણો પાછળ છે.