કલકત્તામાં મંગળવારે ભાજપા અધ્યક્ષ અમિત શાહના રોડ-શોમાં થયેલી હિંસાને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે હવે બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે. વિવેક ઓબેરોયે એક ટ્વીટ કરીને એક સમાચાર ની હેડલાઇન સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં કેપ્શનમાં વિવેક ઓબેરોય લખ્યું છે કે “મને સમજ નથી પડી રહી કે દીદી એક સન્માનિત મહિલા હોવા છતાં સદ્દામ હુસેન જેવું વ્યવહાર કેમ કરી રહી છે. વિડંબના એ છે કે લોકતંત્ર ખતરામાં છે પરંતુ અહીં ખતરો ખુદ તાનાશાહ દીદી થી છે. પહેલા પ્રિયંકા શર્મા અને હવે તો તજીન્દર બગ્ગા. આ દાદાગીરી નહીં ચાલે.”
પોતાના આ ટ્વીટમાં વિવેક ઓબેરોય એ #SaveBengalSaveDemocracy જેવા ટેગ લગાવ્યા છે. તમને જણાવી દઈએ કે પાછલા અઠવાડિયે ભાજપ યુથ વિંગ ની સંયોજક પ્રિયંકા શર્માને મમતા બેનરજીના એક મીમ(meme)ને સોશિયલ મીડિયામાં શેર કરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી અને જેલના હવાલે કરી દીધા હતા. પરંતુ મંગળવારે સુપ્રીમ કોર્ટના આદેશ પર પ્રિયંકા શર્માને જેલમુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે તરત જ પ્રિયંકા શર્મા ને જેલ મુક્ત કરવાનો ઓર્ડર કર્યો હોવા છતાં, તેમને બુધવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેને લઈને રાજનીતિ ગરમાયેલી છે. સાથે સાથે ભાજપના સોશિયલ મીડિયા હેડ અમિત માલવીય એ પણ એક ટ્વિટ કરીને દાવો કર્યો છે કે, કલકત્તામાં ભાજપ નેતા તજીન્દર સિંહ બગ્ગા સહિત કેટલાય ભાજપ નેતાઓને ધરપકડ કરવામાં આવી છે.
I can’t understand why a respected lady like Didi is behaving like Saddam Hussain! Ironically, democracy is under threat and in danger by Dictator Didi herself. First #PriyankaSharma & now #TajinderBagga. यह दीदीगिरी नही चलेगी ! #SaveBengalSaveDemocracy #FreeTajinderBagga pic.twitter.com/oRq596aljH
— Vivek Anand Oberoi (@vivekoberoi) May 15, 2019
અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ હિંસા માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.