હાલમાં એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેને જાણીને આપને પણ ખુબ નવાઈ લાગશે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પીપળવાણી ગામની શાળામાં છેલ્લા 3 વર્ષથી શિક્ષકની ગેરહાજરીને લઈ છેવટે કંટાળેલા ગામલોકોએ શાળા પર તાળાં મારીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
જીવનનું ઘડતર તથા પાયાનું શિક્ષણ કે, જ્યાં બાળકોને મળે તેવા સરસ્વતીના ધામમાં બાળકો હાલમાં શિક્ષણથી વંચિત રહ્યા છે. ગામના વાલીઓનો આક્ષેપ છે કે, ડુંગર વિસ્તારની પીપળવાણી ગામની શાળામાં છેલ્લા 3 વર્ષથી એકપણ શિક્ષક આવતા નથી. જેને કારણે બાળકોને શિક્ષણથી વંચિત રહેવાનો સમય આવ્યો છે.
આની સાથે જ સ્કૂલ ચાલતી ન હોવાને લીધે બાળકો ઢોર ચારવા માટે પણ જાય છે. ગામલોકોનું જણાવવું છે કે, ગામના વાલીઑ અભણ છે કે, જેથી તેમણે તેમના બાળકોની ચિંતા છે કે દુનિયા હાલમાં પ્રગતી બાજુ સિંહફાળો ભરી રહી છે ત્યારે તેનું બાળક પાછળ ન રહી જાય. આ વિસ્તારના બાળકો ઢોરને ચારવા માટે મજબૂર બન્યા છે.
આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી કે, જેને કારણે ગામના વાલીઓમાં આટલી નારાજગી જોવા મળી રહી છે. નસવાડી તાલુકામાં આવેલ પીપળવાણી ગામની 600 લોકોની વસ્તીમાં આ ગામની શાળા 1થી 5 ધોરણની છે પરંતુ છેલ્લા 3 વર્ષથી આ શાળાના નિયત શિક્ષક આવતા નથી.
સમસ્યાનું નિરાકણ જલદી લાવશું : શિક્ષણાધિકારી
આક્રોશમાં આવેલ ગામલોકો તેમજ બાળકો શાળામાં એકત્ર થયા ત્યારે સૂત્રોચાર સાથે શાળામાં તાળાં મારી દેવામાં આવ્યા હતાં. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી નવા શિક્ષક શાળા પર ન આવે ત્યાં સુધી શાળાના તાળાં ખૂલશે નહીં. જેથી ગામલોકોએ સ્કૂલ પર તાળાં બંધી કરી હોવાની જાણ શિક્ષણ વિભાગને થતાં તાલુકા શિક્ષણાધિકારી હિતેન્દ્ર ઝાલાએ શિક્ષકને લઈ જે સમસ્યા હતી એનું જલ્દી નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી.
15 ઓગસ્ટે ધ્વજ ફરકાવવા પણ શિક્ષક ના આવ્યા:
શાળાના શિક્ષકની અનિયમિતતા અંગેની રજૂઆત પછી શિક્ષક સામે પગાર અટાકાવ્યાથી લઈને પગાર કપાતના પગલાં પણ લેવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગ શાળાના બાળકોના શિક્ષણને લઈ બેદરકારી રાખી હોય તેમ ગામલોકો જણાવે છે. જયારે વાલીઓમાં રોષ ઉઠ્યો હોવાનુૂં પ્રતિત થયું છે.
સ્વતંત્રતા પર્વ નિમિત્તે આ શિક્ષક ન આવતા વાલીઓમાં ખુબ રોષ જોવા મળ્યો હતો. આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે વાલીઓ શિક્ષક આવશે તેવી રાહ જોઈ હતી પરંતુ શિક્ષક ન આવ્યા તેમજ શાળાના મધ્યાન ભોજનના સંચાલકે તિરંગો ફરકાવવાની વાત કરતાં ગામલોકોએ વિરોધ કરતા તિરંગો શાળા પર લહેરાવવામાં આવ્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.