‘હિન્દુ જાગો.. નહિતર કપાવા માટે તૈયાર થઈ જાઓ’ : સંબિત પાત્રા

દિલ્હીમાં થયેલ રમખાણમાં હાલ સુધી કુલ ૪૧ લોકો મૃત્યુ પામ્યા છે. મૃતકોની યાદી માં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલ અને આઈબી કર્મચારી અંકિત મિશ્રાનું પણ નામ સામેલ છે. રમખાણો પર તો સુરક્ષા બળો દ્વારા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ હવે રમખાણો પર રાજનીતિ ગરમાવા લાગી છે. આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસૈન પર પોલીસે હિંસાના અનેક મામલા દાખલ કર્યા છે તો અમુક લોકો બીજેપી નેતા કપિલ મિશ્રા પર પણ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે કપિલ મિશ્રા નો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ પ્રદર્શન કર્તાઓને ધમકાવી રહ્યા હતા.

આ બધાની વચ્ચે બીજેપી ના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે હિન્દુઓ જાગી જાવ.. નહીંતર કપાવા માટે તૈયાર થઈ જાઓ. લોકો સમિત પાત્રાનું ઉશ્કેરણીજનક નિવેદન સાંભળીને તેમની ગિરફ્તારી ની માંગ કરી રહ્યા છે.

જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે એક ન્યૂઝ ચેનલની ડિબેટ નો છે. આ ડિબેટમાં નાગરિકતા સંશોધન કાયદા પર ચર્ચા થઈ રહી હતી. આમાં બીજેપી તરફથી સમીર પાત્ર હતા તો કોંગ્રેસ તરફથી રાગીની નાયક અને આમ આદમી પાર્ટી તરફથી સંજય સિંહ હતા. આ ડિબેટ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાની છે. ડિબેટમાં એક સમય એવો આવે છે કે જ્યાં સંબિત પાત્રા કહે છે કે હિન્દુઓ જાગી જાવ.. નહીંતર કપાવા માટે તૈયાર થઈ જાઓ.

સંબિત પાત્રા ના વાયરલ વિડીયો સાથે લોકો લખી રહ્યા છે કે દિલ્હીમાં જ સાંપ્રદાયિક હિંસા થઈ તેનો પાયો આવાજ નથી ઘડાયો છે. અમુક લોકો લખે છે કે બીજેપી નેતાઓ ના આવા ઉશ્કેરણીજનક નિવેદનો ને કારણે જ આજે માહોલ ખરાબ થયો છે. અમુક ઉપયોગ કરતા નો સવાલ છે કે શું સંબિત પાત્રા ની ધરપકડ થશે?

જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરી રોજ અમુક લોકો નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેના જવાબમાં બીજેપી નેતા કપિલ મિશ્રા પણ કાયદાના સમર્થકોને લઈને ત્યાં પહોંચી ગયા માહોલ માં તણાવ વધ્યો અને જતા વધતા સાંપ્રદાયિક હિંસાનું રૂપ લઈ લીધું. ત્રણ દિવસ બાદ ગૃહ મંત્રાલયે શૂટ એટ સાઈટનો ઓર્ડર આપ્યો ત્યારે જઈને માહોલ શાંત થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *