જે લોકો પડીકા પેક વેફર્સ કે અન્ય વસ્તુઓ ખાય છે તેમના માટે ચોકાવનારો રીપોર્ટ આવ્યો છે. જણાવી દઈએ કે, તમે જે વેફર્સ ખાઇ રહ્યો છે તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ નુકસાનકારક છે. વેફર્સ ધીમું ઝેર બનીને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જાણીતી વેફર બ્રાન્ડ્સ ચટપટા નાસ્તામાં તમને ધીમું ઝેર પીરસી રહી છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે વેફરની 9 બ્રાન્ડમાં મીઠાનું પ્રમાણ જાણવા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
CERC (કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા દેશની 9 જાણીતી બ્રાન્ડની પોટેટો ચિપ્સમાં મીઠાનું પ્રમાણ જાણવા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં WHOના વૈશ્વિક બેન્ચમાર્ક પ્રમાણે ચટપટા નાસ્તામાં 100 ગ્રામની સામે સોડિયમ મહત્તમ પ્રમાણ 500 મિલીગ્રામ હોવું જોઈએ. જેની સામે 8 બ્રાન્ડ્સમાં આ પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. માત્ર એક બ્રાન્ડની વેફરમાં જ આ પ્રમાણ WHOના વૈશ્વિક બેન્ચમાર્કથી ઓછું મળી આવ્યું હતું.
CERCના પરિક્ષણમાં અંકલ ચિપ્સમાં સૌથી વધુ (990મિલીગ્રામ/ 100ગ્રામ) સોડિયમ મળી આવ્યું હતું. જ્યારે પારલે વેફરમાં WHOના બેન્ચમાર્કથી ઓછું (465મિલીગ્રામ/100 ગ્રામ) સોડિયમ મળ્યું હતું. હલ્દીરામ હલકે ફૂલકેમાં 756 મિલીગ્રામ/100 ગ્રામ સોડિયમ મળ્યું, સમ્રાટની ચિપ્સમાં 902મિલીગ્રામ/100 ગ્રામ જ્યારે બાલાજી અને પારલે દ્વારા પેકેજિંગ પર સોડિયમની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
જણાવી દઈએ કે, આ રીતે વધારે માત્રામાં સોડિયમ લેવાના કારણે લાંબે ગાળે હૃદયરોગ તથા કિડની સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. તે કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ બંને પર અસર કરે છે. વધુ પડતું મીઠું લેવાથી બ્લડપ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
FSSAIની ગાઈડલાઈન્સ અનુસાર, કોઈ પ્રોડક્ટમાં 1.5ગ્રામ/100 ગ્રામથી વધુ મીઠું (600મિલીગ્રામ સોડિયમ/100 ગ્રામ) હોય તો એ મીઠાનું સૌથી ઊંચું પ્રમાણ ધરાવતી પ્રોડક્ટ કહેવાય છે. ઉપરાંત WHOના વૈશ્વિક બેન્ચમાર્કમાં આ પ્રમાણ મહત્તમ 500મિલીગ્રામ/ 100 ગ્રામ હોવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.