એક દીપડાએ 136 વનકર્મીઓને ધંધે લગાડ્યા… જુઓ ક્યારેય ન જોયું હોય તેવું LIVE રેસ્કયુ

બોડેલી પંથકમાં છેલ્લા આઠ દિવસથી આતંક મચાવનાર ખૂનખાર દીપડાને વન વિભાગે ચાર કલાકની મહેનત બાદ પકડવામાં સફળતા મળી હતી. આ દીપડાને બેભાન કર્યા વગર જ…

બોડેલી પંથકમાં છેલ્લા આઠ દિવસથી આતંક મચાવનાર ખૂનખાર દીપડાને વન વિભાગે ચાર કલાકની મહેનત બાદ પકડવામાં સફળતા મળી હતી. આ દીપડાને બેભાન કર્યા વગર જ રેસ્ક્યૂ કરાતાં વન વિભાગને પરશેવો વળી ગયો હતો. વન વિભાગની ટીમને દીપડાનું લોકેશન મળતાં એને પકડવા માટે રેસ્ક્યૂ હાથ ધરવાની તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. અને 136 જણાનો સ્ટાફ પણ કામે લાગ્યો હતો. ત્યારે સતત 4 કલાકની મહેનત બાદ દીપડો ઝાળમાં ફસાયો હતો.

બોડેલી પંથકમાં છેલ્લા આઠ દિવસથી દીપડો ખૂનખાર બન્યો હતો. ખૂનખાર દીપડાએ મુલધર, ધોળીવાવ ખાતે દિવસના સમયે હુમલો કરીને બે માસૂમ બાળકોનો જીવ લીધો હતો. ત્યારપછી વન વિભાગ દ્વારા 12 અલગ-અલગ ટીમો બનાવીને 136 જણાનો સ્ટાફ પંથકનાં ગામોમાં મોકલી દેવામાં આવ્યો અને તેની સાથે 14 જેટલાં પીંજરાં પણ ગોઠવી દેવામાં આવ્યાં હતાં.

આજે સવારે જ્યારે વન વિભાગની ટીમ કકરોલિયા ખાતે ખેતરમાં દીપડાના ફૂટ માર્ક્સ ચેક કરતી હતી ત્યારે RFO નિરંજન રાઠવાને નજીકના અમલપુરા ગામે દિવેલાના ખેતરમાં દીપડો હોવાની માહિતી મળી હતી. એને લઇને તેઓ ત્યાં પહોચીને દીપડો ત્યાં છે કે નહીં તેની ખાતરી કર્યા બાદ તેને પકડવાની તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. વન વિભાગના લગભગ 100 કરતાં વધુ કર્મચારીઓને અમલપુરા ખાતે બોલાવીને તેમને પોઇન્ટ પર ગોઠવી દેવામાં આવ્યા હતા. બોડી ગાર્ડ, નેટ, હેલ્મેટ, ડાટ ગન, સેફ્ટી ગાર્ડ સાથે દીપડાને પકડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

તેને પકડવા માટે, વન વિભાગના કર્મચારીઓને દિવેલાના ખેતરમાં ત્રણ ગાડી લઈને પોહચી ચુક્યા હતા. અંદર ગયા પછી દીપડાનું લોકેશન મેળવીને તેને બહાર કાઢવા માટે સૂતળી બોમ્બ પણ ફોડવામાં આવ્યા હતા. જ્યારે વન વિભાગના કર્મચારીઓ નેટ લઇને ચારે બાજુથી દીપડાની નજીક પહોંચ્યા ત્યારે એને ડાટ ગન વડે બેહોશ કરવા માટે ઇન્જેક્શન છોડવામાં આવ્યું હતું, પરંતુ ઇન્જેક્શન વાગે તે પહેલા જ દીપડો ખેતરમાંથી ભાગી ચુક્યો હતો અને નજીકમાં આવેલા કપાસના ખેતરમાં ઘૂસી ગયો હતો.

દીપડો ભાગી છૂટતાં એક સમયે બધા ગભરાઈ ગયા હતા,પરંતુ ગમે તે થાય, પણ દીપડાને પકડવાનું વન વિભાગની ટીમે નક્કી કરી લીધું હતું. કપાસના ખેતરમાં દીપડાની શોધખોળ શરૂ કરતાં તે દેખાઈ ગયો હતો અને તેની ચારેબાજુથી નેટ લઇને ઘેરાવો કર્યો હતો. એના ઉપર નેટ નાખીને વન કર્મીઓ દીપડાને પકડી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *