AAPના મંત્રીએ સરકારી અધિકારીની ઓફિસમાંથી AC કઢાવીને બહાર વેઈટિંગ હોલમાં જનતા માટે લગાવ્યું- જુઓ વિડીયો

દિલ્હી(Delhi)ના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત(Kailash Gahlot)નો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે જે સરકારી કાર્યાલયમાં AC ખરાબ થવા બદલ અધિકારીઓને ઠપકો…

દિલ્હી(Delhi)ના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત(Kailash Gahlot)નો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે જે સરકારી કાર્યાલયમાં AC ખરાબ થવા બદલ અધિકારીઓને ઠપકો આપતા નજરે ચડી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) ના ટ્વિટર હેન્ડલ પર પણ આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ સાથે કૈલાશ ગેહલોતે પણ આ વિડીયોને રીટ્વીટ કર્યો છે.

મળતી માહિતી મુજબ, વિડીયો શુક્રવારનો છે જ્યારે પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત પૂર્વ દિલ્હીના પ્રીત વિહાર સ્થિત SDM અને સબ-રજિસ્ટ્રાર ઓફિસનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીં સામાન્ય લોકો માટે એસી ખરાબ થવા પર ગેહલોત ગુસ્સે થયા અને અધિકારીઓને ઠપકો આપ્યો હતો. અધિકારીઓને ઠપકો આપતા મંત્રીએ કહ્યું કે, અધિકારીઓના રૂમમાંથી AC કાઢીને જનતા માટે હોલમાં લગાવવા જોઈએ.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગેહલોત પહેલા SDM વિશે પૂછે છે. 59 સેકન્ડની વિડિયો ક્લિપમાં ગેહલોતને પૂછતા પણ સાંભળી શકાય છે કે શું અધિકારીઓના રૂમમાંથી AC કાઢીને જનતા માટે લગાવી દેવા જોઈએ. ગેહલોત અધિકારીઓને કહે છે, ‘તમારા રૂમમાં એસી ચાલશે, તે ખૂબ સરસ છે, પરંતુ જનતા ગરમી સહન કરશે?’

ગેહલોત એ પણ પૂછતા જોવા મળે છે કે અધિકારીઓએ ખરાબ ACની ફરિયાદ કોને કરી છે? તે કહે, ‘મને બતાવો કે તમે કેટલા પત્રો લખ્યા છે? એસી તમારા રૂમમાંથી હટાવીને જાહેર જનતા માટે હોલમાં લગાવવા જોઈએ. કૈલાશ ગેહલોતે પ્રીત વિહાર એસડીએમ અને સબ-રજિસ્ટ્રાર ઓફિસનું નિરીક્ષણ કરતી વખતે કર્મચારીઓને સમયસર કામ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *