આજે સેકંડો શ્રદ્ધાળુઓ મોગલ માં ને આસ્થા-શ્રદ્ધાથી અને ભાવથી માને છે અને તેમની પૂજા કરે છે. ત્યારે એક મંદિરમાં નાદેવતા મોગલ માં ના દર્શને આવ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, એક સાપ મોગલ માતાના મદિરમાં પ્રવેશ કરે છે અને માં મોગલની મૂર્તિ પાસે જઈને માં મોગલને નમસ્કાર કરે છે.
સૌ કોઈના દુઃખ હરનારી એવી માં મોગલ કે જેઓ કોઈ પણ ભક્તોનો વાળ પણ વાંકો ન થવા દે, ત્યારે માં મોગલ એ આજ-દિન સુધી એવા પરચા બતાવ્યા છે કે સૌ કોઈ લોકો માં મોગલ ની માનતા માને છે. આજે પણ ગુજરાતના કબરાઉ (મોગલ) ધામમાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. આ મંદિરમાં સેકંડો લોકો પોતાની માનતા લઈને જાય છે. પોતાની માનતા પૂરી થતા લાખો કરોડો રૂપિયા અથવા સોનાની વસ્તુઓ લઈને પહોચે છે. આ મંદિરનો મહિમા અહીંના ભક્તોમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં રહેતા સેકંડો લોકોમાં છે.
માનસી બેન નામના મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે રૂપિયા 8000 લઈને માં મોગલના દરબારે આવી પહોંચી. મણીધર બાપુએ એ મહિલાને આશીર્વાદ આપ્યા અને 8000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તું તારી નણંદને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ ને આવા કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.
એક યુવક કબરાઉ ધામમાં માતાજીના દર્શને અને માનતા ચઢાવવા ગયો, ત્યારે મણીધર બાપુએ પૂછ્યું, ‘બેટા, તારી કઈ માનતા પૂરી થઈ?’ યુવકે જણાવ્યું કે, ‘ બાપુ કેટલા સમયથી મારા લગ્ન થઈ રહ્યાં ન હતાં ત્યારે પણ વાત ચાલે અને છોકરી જોયાવું બધું જ નક્કી હોય ત્યાં કોઈને કોઈ અડચણ અથવા વિધવ આવે અને મારા લગ્ન અટકી જતાં હતાં. ત્યારબાદ મેં મોગલ માં ને માનતા રાખી. ત્યારબાદ થોડા જ દિવસો પછી માતા એ પરચો પૂર્યો અને મારી સગાઇ થઈ અને પછી લગ્ન પણ થઇ ગયા.’
એક યુવતી કહ્યું કે, હાલ તો તે લંડન થી આવે છે અને તેને અમેરિકાના વિઝા મળી જવાની સાથે જ માં મોગલની માનતા માની હતી. જે પૂર્ણ કરવા માટે અહીં માં મોગલના દરબારે 51 સો રૂપિયા અર્પણ કરવા આવી પહોંચી છું. મણીધર બાપુએ 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તારા. માં મોગલ રાજી રાજી થશે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.