વાતાવરણમાં આવનારા મોટા બદલાવને ધ્યાનમાં રાખી હવામાન નિષ્ણાત અંબાલાલે કરી આ મોટી આગાહી

ગુજરાતમાં આ વર્ષ પણ ખેડૂતો માટે ખુબ કપરું સાબિત થાય તેવું લાગી રહ્યું છે. ચાલુ વર્ષે ચોમાસા પછી પણ વરસાદ પડતા ખેડૂતોને નુકસાનનો ભારે સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે ઉનાળાની શરૂઆતમાં પણ ગુજરાતમાં કેટલીક જગ્યા પર કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ત્રણથી ચાર દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે.

હાલ તો ગુજરાતના વાતાવરણમાં આવનારા આ પલટાને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, તારીખ 12 થી 14 માર્ચે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે તેવી સંભાવના છે. આ વર્ષે ઉનાળાની સાથે એક સાથે ત્રણ ઋતુનો લોકોને અનુભવ થવાનો છે. આવનારી 23 માર્ચ થી જુનની શરૂઆત સુધી વતાવરણમાં મોટો પલટો રહેશે.

આ સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેશે. રાજ્યમાં 20 એપ્રિલથી આકરી ગરમીનો અનુભવ થશે. અફઘાનિસ્તાન અને ઈરાનથી ઠંડા પવન ફૂંકાવાના કારણે વરાવરણમાં પલટો રહેવાની શક્યતા છે. અને હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાનની ફરતે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના વાવરણમાં પલટાની સાથે-સાથે માવઠાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા અને દ્વારકામાં માવઠું થવાની પ્રબળ શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, તારીખ 5 માર્ચના રોજ વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ જોવા મળ્યો હતો. મોડી રાત્રે અમદાવાદના ઘાટલોડિયા, ચાંદખેડા, બોપલ, સરખેજ, સેટેલાઈટ, મેમનગર, જોધપુર, નારણપુરા, ન્યુ રાણીપ, સોલા, પ્રહલાદ નગર, નવરંગપુરા અને SG હાઈ-વે સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. તારીખ 5 માર્ચે મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યા બાદ 6 માર્ચના રોજ વલસાડ-સુરત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી પોણો કલાક જેટલા સમય માટે સુરત સહિત જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *