હવે વધશે ઠંડીનો ચમકારો, રાજ્યમાં આ તારીખ બાદ પડશે હાડ થીજાવતી કાતિલ ઠંડી

Gujarat Winter forecast: ગુજરાતીઓને આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી આગાહી( Gujarat Winter forecast ) પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું…

Gujarat Winter forecast: ગુજરાતીઓને આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી આગાહી( Gujarat Winter forecast ) પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે. ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆતમાં ગુલાબી ઠણ્ડી જોવા મળી હતી.પરંતુ આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પાડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે.

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો ગગડી શકે છે
ગુજરાતમાં 17 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું હતું અને સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં 16.4 ડિગ્રી, ગાંધીનગર 15.4 ડિગ્રી, રાજકોટ 13.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી, વડોદરા 15.2 ડિગ્રી, ભુજ 13.7 ડિગ્રી, કંડલા 14.5 ડિગ્રી, સુરત 17.4 ડિગ્રી, ભાવનગર 16.8 ડિગ્રી, પોરબંદર 15.6 ડિગ્રી, ડીસા 13.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગર 16.0 ડિગ્રી, કેશોદ 15.5 ડિગ્રી, મહુવામાં 15.9 ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું હતું.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો
રાજ્યમાં અત્યારે માત્ર કચ્છ પંથક અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. કચ્છના નલિયામાં સૌથી ઓછુ 11 ડિગ્રી તાપમાન નોંધાયુ, જ્યારે ભુજમાં 14 ડિગ્રી નોંધાયુ છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 14.3 ડિગ્રી અને કેશોદમાં 13.2 ડિગ્રી તાપમાન રહેતા ઠંડીનો ચમકારો અનુભવા હતો. આ સિવાય રાજ્યના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 18.1 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, સુરતમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *