બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રી(Bengali TV Industry)માંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ આ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પલ્લવી ડે(Pallavi Dey) અને બિદિશા ડે મજમુદાર(Bidisha de majumdar)ના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. તે જ સમયે, હવે વધુ એક અભિનેત્રીની આપઘાતના સમાચાર સામે આવ્યા છે. મોડલ અને બંગાળી ટીવી અભિનેત્રી મંજુષા નિયોગી(Manjusha Niyogi)નો મૃતદેહ તેના ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. છેલ્લા 15 દિવસમાં બંગાળી સિનેમાની ત્રીજી અભિનેત્રીએ આપઘાત કરી લીધો છે. આવી સ્થિતિમાં આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે
મળતી માહિતી મુજબ, શુક્રવારે જ્યારે મંજુષાના માતા-પિતા અભિનેત્રીને ફોન કરી રહ્યા હતા ત્યારે તે કોઈના ફોનનો જવાબ આપી રહી ન હતી. આ પછી, જ્યારે તેઓ રૂમમાં મંજુષાને જોવા ગયા તો ત્યાં અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, મંજુષા ટીવી એક્ટ્રેસ બિદિશા ડે મજમુદારની મિત્ર હતી અને અભિનેત્રીના મૃત્યુ બાદ બિદિશા ડિપ્રેશનમાં હતી. જોકે, હવે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે મંજુષાએ આત્મહત્યા કરી છે કે અભિનેત્રીના મૃત્યુ પાછળ કોઈ જવાબદાર છે.
બિદિશાએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી:
જણાવી દઈએ કે, 21 વર્ષની બંગાળી મોડલ અને અભિનેત્રી બિદિશાનો મૃતદેહ તેના ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. અભિનેત્રીનો મૃતદેહ બુધવારે તેના ફ્લેટ પર લટકતો મળી આવ્યો હતો, જે બાદ સમગ્ર બંગાળી ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. બિદિશા અને મંજુષા ખૂબ સારા મિત્રો હતા. જો કે, માહિતી એ પણ સામે આવી છે કે બિદિશા તેના બોયફ્રેન્ડ સાથે તેના ફ્લેટમાં રહેતી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે સમસ્યાઓ ચાલી રહી હતી.
મંજુષાના મૃત્યુ પર ઉઠી રહ્યા છે સવાલો:
મંજુષાની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની મિત્ર બિદિશાના મૃત્યુ બાદ તેની પુત્રી ડિપ્રેશનથી પીડાતી હતી. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે શું મંજુષાએ ખરેખર આત્મહત્યા કરી છે કે પછી કઈક અલગ જ છે? શું ખરેખર બિદિશા અને મંજુષાની મિત્રતા હતી કે બીજું કંઈક? હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.