ICC T20 World Cup 2024: વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમો પહેલાથી જ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હવે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં વેસ્ટ ઈન્ડિઝે અફઘાન ટીમને 104 રનથી હરાવ્યું છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ માટે નિકોલસ પૂરન અને જોન્સન ચાર્લ્સે શાનદાર(ICC T20 World Cup 2024) પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓના કારણે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ જીત મેળવવામાં સફળ રહી છે. અને સાથે જ 10 વર્ષ જુનો રેકોર્ડ પણ તોડ્યો છે.
પાવરપ્લેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 92 રન બનાવ્યા હતા
અફઘાનિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોન્સન ચાર્લ્સ અને નિકોલસ પુરને મેચમાં શાનદાર પ્રદર્શન કરીને લોકોને હેરાન કરી દીધા હતા. આ બંને ખેલાડીઓએ પાવરપ્લેમાં 92 રન બનાવ્યા હતા. જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાવરપ્લેમાં કોઈપણ ટીમનો સૌથી વધુ સ્કોર છે. આ પહેલા પાવરપ્લેમાં આટલો મોટો સ્કોર કોઈ કરી શક્યું ન હતું. T20 વર્લ્ડ કપ 2014માં નેધરલેન્ડે આયર્લેન્ડ સામે પાવરપ્લેમાં 91 રન બનાવ્યા હતા. હવે વેસ્ટ ઈન્ડિઝે 10 વર્ષ બાદ આ રેકોર્ડને તોડ્યો છે.
T20 વર્લ્ડ કપમાં પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર
- 92/1 – વેસ્ટ ઈન્ડિઝ વિ અફઘાનિસ્તાન (2024)
- 91/1 – નેધરલેન્ડ વિ આયર્લેન્ડ (2014)
- 89/3 – ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા (2016)
- 83/0 – દક્ષિણ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ (2016)
નિકોલસ પૂરન 2 રનથી સદી ચૂકી ગયો
જોન્સન ચાર્લ્સ પોતાની અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો અને 27 બોલમાં 43 રન બનાવીને રમી રહ્યો હતો. ત્યારબાદ તેને નવીન ઉલ હકએ આઉટ કર્યો હતો. તેના આઉટ થયા બાદ નિકોલસ પુરન અને સાઈ હોપે રન બનાવવાની જવાબદારી સંભાળી હતી. નિકોલસ પુરને બરાબર પીચ સંભાળી લીધી હતી પરંતુ તે તેની સદી બે રનથી ચૂકી ગયો હતો. તેણે 53 બોલમાં 98 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. સાઈ હોપે 25 રન અને રોવમેન પોવેલે 26 રનનું યોગદાન આપ્યું હતું.
અફઘાનિસ્તાનના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા
મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે રહેમાનુલ્લા ગુરબાઝ શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો. ટીમે ચોક્કસપણે ઇબ્રાહિમ ઝદરાન સાથે વિકેટ પર રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો નહીં. તેણે 38 રનનું યોગદાન આપ્યું હતું. ઝદરાન સિવાય કોઈ ખેલાડી મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. અઝમતુલ્લા ઉમરઝાઈએ ચોક્કસપણે 23 રન બનાવ્યા હતા. અફઘાન ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝના અકીલ હુસૈન અને ગુડાકેશ મોતીએ 2-2 વિકેટ લીધી હતી. ઓબેડ મેકકોયે 3 વિકેટ લીધી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App