ચાલુ ટ્રેને જાહેરમાં કપલે કર્યું ન કરવાનું, એકલા હોવ ત્યારે જ પ્લે કરજો વિડિયો

Train viral video: આજકાલ લોકોના માથા પર રીલ બનાવવાનું ભૂત એટલી હદ સુધી સવાર થઈ રહ્યું છે કે કેવી જગ્યા છે, ક્યાં ઉભા છે તેનું પણ ભાન રહ્યું નથી. જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, તો ત્યાં તમને એવા ઘણા વિડીયો જોવા મળશે જેને જોયા બાદ તમને પણ ગુસ્સો (Train viral video) આવશે. કોઈક રીલ વાયરલ કરાવવા માટે બાઈક પર જીવના જોખમે ખતરનાક સ્ટંટ કરે છે. તો કોઈ કાર તેમજ મોટા વાહનો સાથે સ્ટંટ કરે છે. કોઈક ઊંચી બિલ્ડીંગ પર ચડી સ્ટંટ કરે છે. આજે પણ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

શું દેખાયું વાયરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો ચાલુ ટ્રેન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહેલા એક કપલે ટ્રેનના દરવાજા પાસે ઊભા રહી એકબીજા સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. તેઓ ક્યારેક વાતો કરી રહ્યા છે તો ક્યારેક કેમેરા તરફ જોઈ રહ્યા છે અને આ રીતે એકબીજાને હગ કરી રહ્યા છે. લોકો આ રીતે કપલને ટ્રેનમાં દરવાજા પાસે પોતાનો જીવ જોખમમાં મુકતા જોઈ ડરનો અનુભવ કરી રહ્યા છે. જો કઈ ન બનવાનું બન્યું તો આ બંને લોકો ટ્રેનમાંથી નીચે પડી શકે છે. તમે પણ આ પ્રકારના સ્ટંટ કરવાથી બચો.

આ રહ્યો વાયરલ વિડિયો

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો હજારો લોકો જોઈ ચૂક્યા છે. વિડિયો જોઈને એક યુઝરએ કમેન્ટ કરતા લખ્યું છે કે સુધરી જાવ નહીં તો યમરાજનો ભેટો થઈ જશે. અન્ય યુઝરે લખ્યું કે હજુ નવા નવા જ લગ્ન થયા લાગે છે. અન્ય એક યુઝર લખે છે કે અહીંયા નિબ્બા નીબીનો ખેલ ચાલી રહ્યો છે.