પ્રમુખ સ્વામી નગરમાં સ્વચ્છતાનો સંદેશો જોઈને નાના બાળકો શું શીખ્યા? જુઓ વિડિયો…

Pramukh Swami Shatabdi Mahotsav – ગુજરાતના અમદાવાદને આંગણે 15 ડિસેમ્બરથી વિરલ સંત વિભૂતિ પ્રમુખસ્વામીની 100 મી જન્મ જયંતિ નિમીતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી…

Pramukh Swami Shatabdi Mahotsav – ગુજરાતના અમદાવાદને આંગણે 15 ડિસેમ્બરથી વિરલ સંત વિભૂતિ પ્રમુખસ્વામીની 100 મી જન્મ જયંતિ નિમીતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. 600 એકરમાં નિર્માણ પામેલા પ્રમુખસ્વામી નગરમાં દરરોજ લાખોની સંખ્યામાં હરિભક્તો મુલાકાત લઇ રહ્યા છે. આ પ્રમુખ સ્વામી નગરમાં એક-એક વસ્તુ જોવાલાયક છે. આજના સમયમાં દરેક લોકો સુખી થવા માંગે છે, પરંતુ અનેક પરિબળો એવા છે જે માનવીને સુખી થતા અટકાવી રહ્યા છે. સુખી થવા રૂપિયા-પૈસા જ નહિ પરંતુ પરિવારમાં સુખ-શાંતિ, સ્વસ્થ જીવન હોવું ખુબ જરૂરી છે. ત્યારે નગરમાં આવતા સેકંડો લોકો આ વાત શીખી રહ્યા છે.

પ્રમુખ સ્વામી નગરમાં ખાસ કરીને બાળકો માટે બાળનગરી તૈયાર કરવામાં આવી છે. ગમ્મત સાથે બાળકોમાં સંસ્કાર અને સુટેવોનું સિંચન કરવાની અનોખી થીમ આ નગરમાં તૈયાર કરવામાં આવી છે. મોબાઈલના સમયમાં આજના બાળકો સંસ્કારો ભુલી રહ્યા છે, ત્યારે આ નગરની એક એક વસ્તુ બાળકોમાં સંસ્કારનું સિંચન કરી રહી છે. ત્યારે તમારી સમક્ષ એવા જ એક બાળકને લાવ્યા છીએ, જેને આ સંસારની થોડી પણ સમજણ નથી છતાં પ્રમુખ સ્વામી નગરમાં જઈને ગમ્મત સાથે સંસ્કાર અને સુટેવોના પાઠ સીખી રહ્યા છે.

હાલ પ્રમુખ સ્વામી નગર માંથી એવી ઘટના સામે આવી છે, જેને જોઈ તમે પણ કહેશો “ખરેખર આ નગરમાં દિવ્ય શક્તિ છુપાયેલી છે.” જેટલી વિશાળ જગ્યામાં આ નગર પથરાયેલું છે, તે નગરના કોઈ ખૂણે પણ કચરું દેખાશે નહિ. કારણ કે, અહીં નાનકડા ભૂલકાઓ પણ સીખી ગયા છે કે, કચરો કચરા પેટીમાં જ નખાય… જે બાળકને સરખું જમતા પણ નથી આવડતું તેવા નાનકડા બાળકો કચરું કચરાપેટીમાં નાખતા થઇ ગયા છે. આ વાતની સાક્ષી પુરતો વિડીયો પણ સામે આવ્યો છે.


વિડીયોમાં જોઈ શકો છો કે, પ્રમુખ સ્વામી નગરમાં આવેલા નાના નાના ભૂલકાઓમાં કેવા સંસ્કારોનું સિંચન થયું છે. એક નાનકડી બાળકી પણ સમજે છે કે, આ કચરું નીચે ન ફેકાય પરંતુ કચરા પેટીમાં જ ફેકાય…  સ્વચ્છતા મામલે આ નગરમાં ઘણું ધ્યાન રેખવામાં આવ્યું છે. અહીં ઠેર ઠેર જગ્યાએ કચરાપેટીઓ મુકવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *