ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)થી પાટીદાર સમાજનો ચહેરો બનેલ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ(Congress)ના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપ(BJP)નો કેસરિયો ખેસ પહેરી લીધો છે. બીજી બાજુ કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ(Shweta Brahmbhatt)ને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલ(C.R. Patil) દ્વારા કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
જણાવી દઈએ કે, એક સમય હતો જયારે હાર્દિક પટેલના એક ઈશારે મોટી સંખ્યામાં જનમેદની અને 100 થી 200 ગાડીઓનો કાફલો આવી પહોચતો હતો. ત્યારે હવે ભાજપની રેલીમાં માત્રને માત્ર 30-40નો મોટર કારનો કાફલો જ જોવા મળતા ફિયાસ્કો થયો છે. લોક મુખે વાતો થઇ રહી છે કે, આ કાફલામાં બીજું કોઈ નહિ પરંતુ પોતાના જ સંગઠનમાંથી પદાધિકારીઓ અને કાર્યકરોને બેસાડીને રેલી કાઢવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ માટે એલફેલ બોલતો અને ગાળો ભાંડતો હાર્દિકને જેવી તક મળી તો તરત જ કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો, પરંતુ જોઈતું મૂલ્ય ના મળ્યું એટલા માટે હવે કોંગ્રેસને ભરપૂર ભડાસો ભાંડીને હવે જે લોકોને એલફેલ શબ્દો ભાંડતો હતો તે પાર્ટીમાં જોડાઈ ગયો છે.
હાર્દિકે જાણો શું કહ્યું:
હાર્દિકે ટ્વીટ કરીને કહ્યું છે કે, રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી(Narendra Modi)ના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.
હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોનાં અલગ-અલગ જવાબ આપતા કહ્યું કે, વધુમાં કહ્યું કે આંદોલન કરીને 10% અનામત મેળવી હતી. હું ઘરવાપસી નથી કરતો, અમે તો ઘરમાં જ હતા. માંડલમાં આનંદીબહેન ચૂંટણી લડતા ત્યારે મારા પિતા તેમની સાથે હતા. મારા માનુ ધાવણ એટલુ કમજોર નથી કે હું છઠ્ઠીનુ ધાવણ લાજવું. ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી(Narendra Modi)ના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં અને મોદી સાહેબનાં ભગીરથ કર્યોમાં હું રામસેતુની નાની ખિસકોલી બની હું કાર્ય કરવાનો પ્રયાસ કરીશ.
આ વચ્ચે એક પત્રકારે હાર્દિક પટેલને પૂછ્યું કે, હાર્દિક ભાઈ 2017થી તમે ઘણી જગ્યાએ સભાઓ માં અથવા જનતા વચ્ચે ભાષણ કર્યા છે તેમાં તમે એક જગ્યાએ એવું બોલ્યાં હતાં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે ‘ફેંકુ’ અને અમિત શાહ એટલે ‘ગુંડાગીરી કરતાં રાજકારણી’ આજે એ જ બંનેની પાર્ટીમાં તમે જોડાઈ રહ્યાં છો તો તમે કહેલી વાત ખોટી હતી બોલો? ત્યારે હાર્દિકે જવાબ આપતાં કહ્યું કે, તે સમયે હું જનતા માટે લડતો હતો અને સત્તા સામે આક્રમકતાથી જ લડવાનું હોય જેથી જીત મળી શકે. શુ તમે બંધારણમા ફેરફાર કરવા ,આર્થિક અનામત મેળવવા RSSના ઇશારે આંદોલન કર્યુ હતું? હાર્દિકે જવાબ આપતા કહ્યું ‘હા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.