વડોદરા(ગુજરાત): હાલ તો ગુજરાતમાં દારૂબંદી છે. પરંતુ, આ દરમિયાન દારૂની ગેરકાયદે હેરાફેરી કરવા બુટલેગરો પોલીસની નજરથી બચવા અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં સ્મશાનમાં દારૂનો જથ્થો છુપાડેલો હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા સ્થળ પર જઈ રેડ પાડવામાં આવતા તમામ સ્ટાફના માણસો આશ્ચર્યમાં મુકાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મકરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે તેમની હદ વિસ્તારમાં દિપક સોનાર નામનો બુટલેગર સ્મશાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને દારૂનો ગેરકાયદે વ્યવસાય કરે છે. જેના આધારે માણેજા રાજ નગર રેલવે ફાટક નજીક આવેલા સ્મશાનમાં જઈ પોલીસ દ્વારા સ્મશાનની બાજુમાં આવેલી જમીનમાં ખાડો ખોદી તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા જમીનમાં ખાડો ખોદતા તેમાંથી શંકાસ્પદ પ્લાસ્ટિકનું ડ્રમ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ દરમિયાન, ડ્રમમાં તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગુનેગાર ભલે ગમે એટલો હોશિયાર હોય પરંતુ પોલીસની બાજ નજારથી બચી શકતો નથી. ત્યારે સ્મશાનમાં જઈ પોલીસ દ્વારા કરેલી રેડના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન, મકરપુરા પોલીસ દ્વારા એક લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપેલા બુટલેગર દિપક સોનાર અને વોન્ટેડ સુરેશ ઉર્ફે કાણીયો થાપા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત થોડા દિવસ અગાઉ પાણી ગેટ પોલીસ દ્વારા વાઘોડિયા રોડ પરથી પસાર થતા કોન્ક્રીટ મિક્સર મશીન માંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને નશા મુક્ત બનાવવા માટે કડક કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. આ દરમિયાન, હાલ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે કે, ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતમાં નશાનો કારોબાર બંધ થશે કે કેમ!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.