ગુજરાત(Gujarat): હવામાન વિભાગની(Meteorological Department) આગાહી(Rain forecast) અનુસાર, રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથવાત રહેશે. સાથે જ 15 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે. જો વાત કરવામાં આવે તો બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ એક સાથે બે ઋતુનો અનુભવ થશે.
આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થવાને લીધે તેની અસર ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
આજે આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગીર-સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. એ સિવાય દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ વરસી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજ રોજ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે.
ગુજરાતમાં હજુ 4 દિવસ હળવા વરસાદની આગાહી:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે. પણ સાથે સાથે ડાંગર અને કેળાના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં હજુ 4 દિવસ હળવો વરસાદ વરસી શકે છે.
આગામી 4 દિવસઆ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબકી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં વાતાવરણમાં કોઈ વરસાદની સંભાવના નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.